Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં કેવડીયા કોલોની રેલવે સ્ટેશન સહિત જમીન સંપાદન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

Share

નર્મદા જિલ્લાનાં કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ સ્તરનાં પ્રવાસન ધામ તરીકે ઉભરી રહ્યું છે. કેવડિયાને દેશના અન્ય વિસ્તારો સાથે રેલ માર્ગે જોડવા પ્રધાનમંત્રીનાં ડ્રીમ પ્રોજેકટનાં રૂપમાં રેલ મંત્રાલય દ્વારા વડોદરા – ડભોઇ – કેવડીયા બ્રોડ ગેજ રેલવે લાઈન નાંખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી વડોદરા જિલ્લાની 613628 ચો.મી.જમીન સમયસર સંપાદિત કરીને તેનો પ્રત્યક્ષ કબ્જો પશ્ચિમ રેલવેને સોંપી દીધો છે.

આ પ્રોજેક્ટ માટે ડભોઇ તાલુકાનાં કુલ 8 ગામોની જમીન મેળવવી જરૂરી હતી. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે સોમવારે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કામગીરીની સમીક્ષા કરીને માર્ગદર્શન આપવાની સાથે, જે લોકોએ જમીનો આપી છે એમને જમીનોનાં વળતર પેટે ચૂકવવાની થતી રકમની ચુકવણીનું બાકી કામ પંદર દિવસમાં પૂરું કરી દેવાની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે આ રાષ્ટ્રીય અગત્યના રેલ પરિવહન પ્રોજેક્ટ માટે જમીન આપનારા જમીન ધારકોને કુલ રૂ.31.91 કરોડની રકમ ચૂકવવામાં આવનાર છે.આ પૈકી રૂ.24.98 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. જમીન આપનારા લોકોને વાજબી વળતર સમયસર અને પારદર્શક રીતે મળે એની ખાત્રી માટે રાજ્ય સરકાર પાસેથી જમીન સંપાદન પુન: વસવાટ અને વાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમની તમામ સંબંધિત કલમો હેઠળ જરૂરી મંજૂરીઓ મેળવવાની સાથે તમામ 14 દરખાસ્તો અને તેના હેઠળ જાહેર કરવાના એવોર્ડ સમયસર જાહેર કરી પ્રોજકટનો અમલ સરળ બનાવવામાં મુખ્ય મંત્રી તેમજ નાયબ મુખ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટી તંત્રે ખૂબ પરિશ્રમ ઉઠાવી યોગદાન આપ્યું છે. નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ પ્રાંત અધિકારી કે ડી ભગતને જમીન સંપાદન કરવાની કામગીરી હાથ ધરવા માટેની જવાબદારી આપી છે. જેમાં નર્મદા જિલ્લા તિલકવાડ તાલુકામાં જમીન સંપાદન કરવા તંત્રએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી હતી.

મોન્ટુ શેખ, રાજપીપળા

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસી માં ખર્ચી થઈ સરદારપુરા માર્ગ ના નવીનીકરણ માટે જીઆઇડીસી એસો. દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત

ProudOfGujarat

સસ્તા ભાવે સોનું આપવાના બહાને છેતરપિંડી કરનારને ડાકોરથી ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ.

ProudOfGujarat

માંગરોળ ઉમરપાડા તાલુકામાં રસ્તાના વિકાસના કામો મંજુર કરતી રાજય સ૨કા૨.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!