ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા આખાબોલા નેતા તરીકે પ્રખ્યાત છે. કેટલી તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતી આવી છે. ત્યારે ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા અનેક વખત સ્થાનિકોની સમસ્યા મુદ્દે અને ખાસ કરીને આદિવાસી સમાજની સમસ્યા મુદ્દે સોશિયલ મીડિયા ઉપર ટીપ્પણી કરતા હોય છે. ભરૂચ શુકલતીર્થ ગામે ગત તારીખ 5 જૂનના રોજ ગામનો આદિવાસી યુવાન ભરતભાઈ કાંતિભાઈ વસાવા ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારબાદ સ્થાનિકો ખનન માફિયા સામે રોષે ભરાયા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે ભૂમાફિયાઓ મર્યાદા કરતાં વધુ ખનન કરી ઊંડા ખાડા કરી નાખ્યા હોવાથી યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. જોકે સ્થાનિકોના આક્ષેપ બાદ ગતરોજ સમી સાંજના સમયે ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ પણ શુકલતીર્થ ગામની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ડૂબવાની ઘટનામાં મૃત્યુ પામેલ શુકલતીર્થનાં ભરતભાઈ વસાવાનાં પરિવારજનોની મુલાકાત લીધી હતી અને શાંતવના આપી હતી. પરિવારજનોએ સાંસદ સભ્યને ફરિયાદ કરી હતી કે ખનન માફિયાઓ શુકલતીર્થ ગામમાં બેફામ બન્યા છે નર્મદા નદીના પટમાં મર્યાદા કરતાં વધુ ખનન કરી થોડા પૈસા કમાવવા માટે અન્યના જીવ જોખમમાં નાખી રહ્યા. જ્યારબાદ જવાબદારો સામે કાર્યવાહી કરવા સાંસદ સભ્ય પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું. ગતરોજ સોશિયલ મીડિયા ઉપર સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા શુકલતીર્થ ગામમાં નર્મદા નદીના પટમાં ચાલતા ખનન આ અંગેના વિડીયો સાથે પરિવારની મુલાકાતનો ફોટો નાખી ભૂમાફિયાઓ સામે મેદાનમાં ઉતરી જવાબદારો સામે સખત કાર્યવાહી ઉપરાંત ભરતભાઈનાં પરિવારજનોને યોગ્ય વળતર આપવા માટે સોશિયલ મીડિયા પર માંગ કરી છે. ત્રણ દિવસ અગાઉ દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટમાં મોતને ભેટેલા કામદારોને પણ ચિંતા વ્યક્ત કરી ઇજાગ્રસ્ત કામદારોની મુલાકાત લીધી હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.
ભરૂચનાં શુકલતીર્થ ખાતે નર્મદા નદીનાં પટમાં ગેરકાયદે ખનન થતું હોવાથી સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ ભૂમાફિયા વિરુદ્ધ આવી ગુનેગારોને સજા કરવાની માંગ કરી છે.
Advertisement