Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધી પાલેજ હાઈસ્કૂલ પાલેજનું S.S.C બોર્ડનું ૭૬.૭૨ ટકા પરિણામ આવ્યું.

Share

મંગળવારનાં રોજ જાહેર થયેલા એસ.એસ.સી બોર્ડનાં પરિણામમાં ધી પાલેજ હાઈસ્કૂલ પાલેજનું ૭૬.૭૨% પરિણામ પ્રાપ્ત કરી સફળતા મેળવી હતી. આ સફળતામાં હાઈસ્કૂલનાં વિદ્યાર્થી રાજ જેનિફરબાનું ઝાકીરભાઈ ૯૫.૯૮ પર્સનટાઈલ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે બીજો નંબર પઠાણ હદીકાબાનું નઇમખાંન ૯૨.૮૨ પર્સનટાઈલ પ્રાપ્ત કર્યા હતા. ત્રીજા નંબરે પઠાણ મોહમદ સફી ઇમરાનખાન ૯૨.૧૦ પર્સનટાઈલ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. ઘી પાલેજ હાઈસ્કૂલ પાલેજનાં પ્રમુખ શ્રી અહમદખાન શરીફખાન પઠાણ,મંત્રી શ્રી અજયભાઇ શાહ તેમજ આચાર્ય શ્રી જોલી સલીમભાઈ તેમજ મૅનેજમેન્ટ અને શાળા પરિવાર તરફથી શાળાના વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન આપી ઉજજવલ ભવિષ્યની કામના કરી હતી. એસ.એસ.સી બોર્ડના ધાર્યા મુજબ ઉત્કૃષ્ટ પરિણામ આવતા શાળા શિક્ષકોમાં હર્ષોલ્લાસની લાગણી ફેલાઈ જવા પામી હતી.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

પુર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગોવડા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે

ProudOfGujarat

ભરૂચના બરકતવાળ ફુરજા વિસ્તારમા માંથી જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા…

ProudOfGujarat

રાજશ્રી પોલિફિલ કંપની ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!