Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળમાં ધોરણ.3 ની લાયકાતવાળી જી.આર.ડી ભરતીમાં શિક્ષિત ઉમેદવારો ભરતીમાં જોડાવા મજબૂર બન્યા.

Share

માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળ જી.આર.ડી.ની ભરતી માટે ધોરણ.3 ની લાયકાત સાથે અરજી ફોર્મ વિતરણ થતા સાત દિવસના નિયત સમયમાં માંગરોળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામોમાંથી કુલ 1710 જેટલા બેરોજગાર યુવક યુવતીઓએ અરજી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. પોલીસ તંત્ર દ્વારા જીઆરડીની ભરતી માટે અરજી ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા. તારીખ ૧ લી જુનથી અરજી ફોર્મ વિતરણ તાલુકા મથક પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને આ જાહેરાત થતા જ માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગામોમાં જીઆરડીની ભરતી માટે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. જેમાં 1207 જેટલા યુવક તેમજ ૫૦૩ જેટલી યુવતીઓએ પોતાની લાયકાતના પૂરાવા સાથે અરજી ફોર્મ પોલીસ મથકમાં રજૂ કર્યા છે સાથે અરજી ફોર્મ પોલીસ મથકમાં રજુ કર્યા છે. અંતે મહત્વની બાબત એ છે કે જી.આર.ડી ભરતી માટે ધોરણ 3 થી ધોરણ 7 સુધીની લાયકાત નક્કી કરવામાં આવી હતી. પરંતુ બેરોજગાર બનેલા શિક્ષિત યુવતીઓ જેમણે બીએસસી, બીબીએ સહિત ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ મૂળ કરેલ સંખ્યાબંધ ઉમેદવારો આ ભરતીમાં જોડાવા મજબૂર બન્યા છે. ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા ગામ રક્ષક દળની કેટલી જગ્યા ભરતી કરવી તે અંગેની કોઇ ચોક્કસ જાહેરાત કરવામાં આવી ન હતી અને હાલ માત્ર 30 જીઆરડી યુવકોની ભરતી કરવાનું જાહેર કરવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે 503 જેટલી યુવતીઓએ પણ આ ભરતી માટે પોતાની અરજી ફોર્મ રજુ કર્યા છે પરંતુ હાલમાં યુવતીઓ માટે કોઇ જોગવાઇ કરવામાં આવી નથી.

Advertisement

Share

Related posts

તંત્ર એલર્ટ મોડ પર…..મતદાન ની પેટીઓ… ખુલવા દયો…. ભરૂચ લોકસભા બેઠક પર માહોલ બિગડને વાલા હૈ…

ProudOfGujarat

ભરૂચ-દહેજ માર્ગનું 15 દિવસમાં રીપેરિંગ નહીં થાય તો ટોલનાકાને બંધ કરી દેવાશે…

ProudOfGujarat

અંકલેશ્વર મામલતદારમાં પ્રજાને પડતી મુશ્કેલીઓના કારણે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા પાઠવાયું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!