24 માર્ચથી લાગુ પડેલા લોક ડાઉનમાં તમામ કામ ધંધા અને રોજગાર બંધ કરી દેવામાં આવતા સૌથી કફોડી હાલત શ્રમિકો કે જેઓ રોજ કમાઈને ખાનારા લોકો, રીક્ષા ચાલકો સહિત અન્ય લોકોને લોક ડાઉન દરમિયાન ઘણું આર્થિક નુકસાન થયું હતું અને હાલ પણ મળેલી છૂટછાટને પગલે રીક્ષા લોકો પોતાનો ધંધો કરી શકતા નથી. ત્યારે આજે જય ભારત રિક્ષા એશોસિયેશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રીક્ષા ચાલકોને યોગ્ય પેકેજ આપવામાં આવે તેવી માંગણી કરી હતી કેમ કે હજુ પણ હજારો રિક્ષાચાલકો ધંધા વિના ઘરે બેઠા છે.શાળાઓની વર્દી બંધ છે જેને લઇને રિક્ષાચાલકોને ભૂખે મરવાનો વારો આવ્યો છે ત્યારે જો ઉદ્યોગોને અને ખાનગી ટ્રાવેલ્સ વાળાને રાહત આપતું પેકેજ આપવામાં આવતું હોય ત્યારે રીક્ષા ચાલકોને પણ યોગ્ય રાહત વાળુ પેકજ આપવામાં આવે આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
Advertisement