ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનાં દર્દીઓ છેલ્લા એક જ સપ્તાહમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ સ્થાનિક લોકો નહીં પરંતુ અમદાવાદ, સુરત, મુંબઈ સહિત રાજ્ય બહારથી આવેલા આવેલા લોકો સંક્રમિત થઇને આવતા તેઓના મેડિકલ રિપોર્ટમાં પણ પોઝિટિવ આવતા જિલ્લાના વહીવટી તંત્રના આરોગ્ય તંત્રને દોડધામ કરવી પડે છે. જેમાં ઝાડેશ્વર આર.કે.હેબીટેડમાં રહેતા અમદાવાદ ખાતે પોતાના પુત્રને લેવા માટે ગયેલા ડીજીવીસીએલના નાયબ એન્જિનિયર એવા વિનોદ શાહ અમદાવાદ તેમના પુત્રને લઈને આવ્યા બાદ તેઓને છેલ્લા 2-3 દિવસથી શરદી-ખાંસીનાં લક્ષણો જણાતા ગતરોજ સેમ્પલ આપ્યા હતા. જેનો રિપોર્ટ કરાવવામાં આવતા તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને લઇને જિલ્લાના આરોગ્ય તંત્રને જાણ કરતાં જ તેઓને જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કે તેમના પરિવારજનોની આરોગ્ય તપાસ શરૂ કરી છે તેઓ જેની સાથે મળ્યા હતા તેમની પણ આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે જ્યારે કે હાલ તો ભરૂચ જિલ્લામાં કુલ 55 લોકો કોરોના સંક્રમિત થયા છે અને ચાર લોકોના મોત થયા છે. જ્યારે જંબુસર શહેરમાં મુંબઈથી આવેલા એક જ પરિવારનાં બે સભ્યોના આરોગ્ય તપાસ માટે લઈ જતા તેઓની આરોગ્ય તપાસમાં કોરોના પોઝિટિવ થયા હોવાનું બહાર આવતાં ફરી પંથકમાં જિલ્લાનું વહીવટીતંત્ર આરોગ્ય તંત્ર દોડતું થયું હતું બંને વ્યક્તિને તાત્કાલિક ધોરણે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેમના પરિવારજનોને આરોગ્ય તપાસ માટે ખસેડવામાં આવ્યા હતા. જે વિસ્તારમાં રહેતા હતા તે સંક્રમિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. જયારે ભરૂચ જિલ્લામાં કુલ 57 જેટલા લોકો હમણાં સુધીમાં કોરોનાથી સંક્રમિત થયા છે જ્યારે હમણાં સુધીમાં જિલ્લામાં ચાર લોકોના મોત કોરોના વાયરસથી થયા હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચ જિલ્લામાં બહારથી આવેલા ત્રણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાના આરોગ્ય તપાસમાં બહાર આવ્યા બાદ જિલ્લામાં કોરાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે જ્યારે જિલ્લામાં કુલ ચાર મોત હમણાં સુધીમાં થયા છે.
Advertisement