Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા સીઝનના પ્રથમ વરસાદની ધમાકેદાર એન્ટ્રી નદીનાળા છલકાયા.

Share

ઉમરપાડા તાલુકાના મથક સહિત વાડી અને કેવડી વિસ્તારમાં સિઝનના પ્રથમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં કેવડી અને ઉમરપાડાના બજારમાં પાણી ભરાયા હતા. આજે બપોરે અચાનક વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને પવન ફૂંકાવાની સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો ઉમરપાડા તાલુકા મથક ના પ્રવેશ દ્વાર પાસે ના ગરનાળા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટકી ગયો હતો નજીકના વેપારી મથક કેવડી ગામમાં સતત બે કલાક સુધી અવિરત વરસાદ ચાલુ રહેતા નારા પાણીથી છલકાઈ ગયા હતા. તાલુકાના નસારપુર વાડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો ઉમરપાડા તાલુકાની બે મુખ્ય નદીઓ વીરા નદી અને મોહન નદીમાં પુર આવ્યા હતા. જેના કારણે ઠેર ઠેર નદી-નાળાઓ ઉપર પાણી ભરાતા અવર-જવર બંધ થઈ જવા પામી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સ્વચ્છ ભારત મિશન દ્વારા ૯ ગોબર ધનપ્લાટના ઇન્સ્ટોલેશનની કામગીરી કરાઇ.

ProudOfGujarat

આજે રથયાત્રા : ભગવાન નગરચર્યાએ નહીં નીકળે, મંદિર પરિસરમાં જ ફરશે રથ…

ProudOfGujarat

નડિયાદમાં અજાણ્યા શખ્સ દ્વારા હનુમાનજીની મૂર્તિને ખંડિત કરાતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!