કરજણમાં વહેલાં તે પહેલાનાં ધોરણે કપાસની ખરીદી સી.સી.આઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે અચાનક અચોક્કસ મુદતની નોટિસથી બંધ કરવામાં આવતા ખેડૂત વર્ગમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. કરજણ સી.સી.આઈ દ્વારા તા.૨૬ મે ના રોજથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેના પગલે કરજણ, શિનોર, આમોદ, પાદરાનાં હજારો ખેડૂતો ટ્રેક્ટરોમાં કપાસ ભરી કરજણ રોજેરોજ વેચાણ માટે આવી રહ્યા હતાં. પરંતુ તા.૫ જૂનને શુક્રવારે રાત્રીએ કરજણ પંથકમાં નજીવો વરસાદ થતાં સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાય ગયો હતો. હાલમાં અસંખ્ય કપાસ ભરેલ ટ્રેક્ટરોનો ભરાવોના પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છવાય ગયા છે. શનિવાર તા.૬ જૂનનાં ખેડૂતો ટ્રેક્ટરોમાં ભરેલા કપાસનાં વેચાણ માટે એકત્ર થઈ કૂપનો બતાવી તો સી.સી.આઈ એ હાથ ઊંચા કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વેપારીઓનો કપાસ બારોબાર ખરીદી કરી સી.સી.આઈ ખેડુતોની સાથે અન્યાય કરાય રહ્યાનો આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો છે. કરજણમાં ખેડૂત આલમમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
કરજણમાં સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં રોષ.
Advertisement