ભરૂચ તાલુકાનાં શુકલતીર્થનાં દુબઈ ટેકરીનાં ૫૦ વર્ષીય ભરતભાઈ કાંતિભાઈ વસાવા બુધવારનાં રોજ પોતાના ઘરેથી બપોરનાં સમયે ભેંસો ચરાવવા માટે નીકળ્યો હતો. પરંતુ નર્મદા નદીમાં પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત નિપજ્યું હતું. મૃતક યુવકને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પી.એમ માટે લઇ જવામાં આવ્યો હતો. શુકલતીર્થ દુબઈ ટેકરીમાં રહેતા ૫૦ વર્ષીય ભરતભાઈ કાંતિભાઈ વસાવા બુધવારે બપોરે ઘરેથી નર્મદા નદીનાં પટ વિસ્તારમાં ભેંસો ચરાવવા માટે ગયા હતો. ભેંસો ચરાવી સાંજે ઘરે પરત નહીં આવતા કુટુંબજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ જગ્યાએથી તેઓની ખબર મળી આવી ન હતી. ત્યારબાદ બીજા દિવસે ગુરુવારે ભેંસો મળી હતી અને શુક્રવારે તેઓની લાશ નદીના પટમાં ઊંડા ખાડામાં ભરાયેલા પાણીમાંથી મળી હતી. ઘટના સંબંધિત ફરિયાદ નબીપુર પોલીસ મથકે મૃતકનાં ભાઈ ભુપેન્દ્રભાઈ કાન્તિભાઈ વસાવાએ આપી હતી. પોલીસે લાશ ભરૂચ સિવિલમાં પી.એમ માટે મોકલી હતી ત્યાંથી પી.એમ બાદ લાશ તેના સગાઓને સોંપી હતી. નદીમાં રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન કરી સરકારના નિયમોને નેવે મુકી ઊંડા ૩૦ થી ૪૦ ફૂટ નાં ખાડા પાડવામાં આવે છે. ઊંડા ખાડામાં ભરાયેલાં પાણીમાંથી ભરત વસાવાની લાશ મળી હતી ફરિયાદીએ એના ભાઈનાં મોત અંગે નર્મદા નદીમાં પડેલા ઊંડા ખડાઓને જવાબદાર ગણી રેતી ખનન કરતા માફિયાઓ સામે આંગળી ચીંધી હતી.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
ભરૂચ તાલુકાનાં શુકલતીર્થ પાસેથી નર્મદા નદીમાં ડૂબી જતાં યુવકનું મોત.
Advertisement