નેત્રંગમાં વટ સાવિત્રીનાં વ્રત નિમિત્તે પરણિતાઓએ વડનું પૂજન અર્ચન કરી પતિનાં દીર્ધાયુ માટે પ્રાર્થના કરી. નેત્રંગ ખાતે આવેલાં દેવાલયોમાં સવારથી પરિણિતાઓ પૂજના અર્ચન માટે ઉમટી પડી હતી. જેઠ સુદ પૂનમનાં દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટ સાવિત્રી પૂનમનું વ્રત ઉજવાય છે. સદીઓથી ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર બનેલા વડની પૂનમનાં શુભ દિને સૌભાગ્યવતી મહિલાઓ વડનાં વૃક્ષની પુજા કરે છે. ભરૂચ અને નર્મદા જિલ્લાનાં મંદિરોમાં વહેલી સવારથી મહિલાઓની પૂજા અર્ચના કરવા ધસારો જામ્યો હતો. મહિલાઓ મંદિરો ખાતે શ્રીફળ, કંકુ – ગુલાલ, ફળફળાદિ સહિતની પૂજાપાની સામગ્રી સાથે પહોંચી હતી. શિવ અને પાર્વતીનાં દર્શન સાથે વડની જનોઇ તથા દોરા સાથે પ્રદક્ષિણા ફરી હતી. સતિ સાવિત્રી અને સત્યવાનની કથા રસપ્રદ રીતે જોડાયેલી છે. વ્રતની પાછળનો હેતુ પોતાનાં પતિનાં ર્દીઘાયુષની પ્રાપ્તિ અને પોતાના અક્ષય સૌભાગ્યની પ્રાર્થના કરી હતી. દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડનાં વૃક્ષને પાણીનું સિંચન કરી વડવૃક્ષનાં થડને સુતરનો દોરો વીટી અને મંત્ર બોલી ભકિત અને શ્રદ્ધા સાથે ચંદનનું તિલક કર્યુ હતુ. અક્ષત અને ફુલો ચઢાવવા અને પૂર્ણ સમપર્ણનાં ભાવ સાથે વડવૃક્ષની પરિક્રમા કરી હતી.મોટી સંખ્યામાં મહિલાઓએ પતિનાં દીર્ધાયુષ્ય તથા સ્વાથ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરી હતી.
નેત્રંગ : વટ સાવિત્રીનાં વ્રતની ઉજવણી કરવામાં આવી.
Advertisement