જીવીકે ઇ.એમ.આર.આઈ ૧૦૮ ઈમરજન્સી સેવા તેમજ તેના અન્ય પ્રોજેક્ટનાં કર્મચારીઓ છેલ્લા ૨ મહિનાથી કોરોના રૂપી મહામારી સામે લડી રહ્યા છે અને લોકોનો જીવ બચાવવા માટે કટિબદ્ધ બન્યા છે. આ મહામારી સામે લોકોના જીવ બચાવવાની સાથે સાથે આજરોજ તારીખ 5 જૂન 2020 નાં રોજ જંબુસર સીએચસી નાં ડોક્ટર તેમજ સ્ટાફ નર્સ અને જીવીકે ઇ.એમ.આર.આઈ ૧૦૮ ઇમરજન્સી સેવાના તેમજ અન્ય પ્રોજેક્ટનાં કર્મચારીઓએ સાથે મળી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી અને સીએચસી જંબુસરમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિને પણ નવું જીવન આપવાનો સંકલ્પ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જંબુસર સીએચસી ના સુપ્રિટેન્ડન્ટ સાહેબ શ્રી ડૉ. લોહાની તેમજ અન્ય ડોક્ટર અને સ્ટાફ નર્સ અને ૧૦૮ સેવાના જિલ્લાના સુપરવાઇઝર અશોક મિસ્ત્રી આરોગ્ય સંજીવનીનાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સચિન સુથાર તેમજ ભરૂચ જિલ્લાનાં 108 નાં પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે હાજરી આપી હતી.
જીવીકે ઈ.એમ.આર.આઈ ૧૦૮ ઈમરજન્સી સેવા તેમજ આરોગ્ય સંજીવની ખિલખિલાટ અને સીએચસી જંબુસરનાં ડોકટર અને સ્ટાફ નર્સ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.
Advertisement