Proud of Gujarat
GujaratFeaturedINDIA

દહેજ સ્થિત યશસ્વી રસાયણ પ્રા.લી. કંપનીમાં સર્જાયેલી ભયંકર દુર્ધટના સંદર્ભે યુવા સેના ગુજરાત દ્વારા ભરૂચ કલેકટરને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઇ.

Share

ભરૂચનાં દહેજ ખાતે યશસ્વી રાસાયણ કંપનીમાં ઘટેલી ઘટના બાદ કામદારો સહિત વિવિધ સંગઠનો દ્વારા આ મામલે તપાસ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યાં ગુજરાતનાં યુવા સેનાનાં અધ્યક્ષ દ્વારા જિલ્લા કલેકટરને પ્રતિનિધિમંડળ સાથે આવેદનપત્ર આપી કંપની સંચાલકો સામે તેમજ જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાનો માંગ કરી હતી. દહેજ ખાતે યશસ્વી રસાયણ કંપનીમાં બે દિવસ પહેલા બનેલ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા અને 50 થી વધુ ઘાયલ થયા હતા ત્યારે આ મામલે કામદાર સંગઠનો વિવિધ સામાજિક સંસ્થાઓ કંપની સંચાલકને જવાબદાર સામે ફરિયાદ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે ત્યારે આજરોજ યુવા સેના ગુજરાતનાં અધ્યક્ષ લખન દરબાર તેમના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કંપનીનાં સંચાલકો તેમજ કંપનીના માલિકો જવાબદાર સરકારી અધિકારીઓ સામે ગંભીર બેદરકારી બદલ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે અવારનવાર કંપનીઓમાં આવી દુર્ઘટના ઘટે છે ત્યારે નિર્દોષ લોકોનો જીવ જાય છે એટલું જ નહીં પણ સમગ્ર ગુજરાતનાં લોકો પ્રદુષણ વેઠે છે. તેમજ તેમની જમીનો સરકાર દ્વારા ઓછા ભાવે લઈને કંપનીઓને આપી દેવામાં આવે છે. લેન્ડ લૂઝર્સ અને ગુજરાતીઓને નોકરી આપવામાં આવતી નથી, કાયમી કરવામાં આવતા નથી, અનેક કંપનીઓમાં સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવતું નથી. ત્યારે આ આવેદનપત્ર આપી અમે માંગણી કરી રહ્યા છે કે કંપની સંચાલકો સામે ગંભીર બેદરકારી અંગે ગુનો દાખલ કરવામાં આવે જે સરકારી અધિકારીઓ છે જેમણે સર્વે નથી કર્યો તેમજ આવી કંપનીઓમાં મુલાકાત નહીં કરી હોય તેઓ સામે પણ પગલાં ભરવામાં આવે એટલું જ નહીં પણ મરનાર કામદારોને યોગ્ય વળતર મળે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

વર્ષાઋતુને ધ્યાનમાં લઈને ડિઝાસ્ટર શાખા દ્વારા સલામતી-બચાવના પગલાઓ અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ.

ProudOfGujarat

મોટામિયા માંગરોલ મુકામે ઈદે મિલાદુન્નબીની ખુબ જ સાદગીથી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ગાંધીનગર : કલોલના જાસપુર અને સઈજમાં ચાલતા જુગાર ઉપર પોલીસના દરોડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!