Proud of Gujarat
GujaratFeaturedINDIA

મૂળનિવાસી એકતા મંચ દ્વારા ગરીબ તથા મધ્યમવગૅનું લોકડાઉનનાં સમયગાળાનું લાઇટ બીલ, શિક્ષણ ફી, મિલકત વેરો તથા લોનનાં હપ્તા પરનું વ્યાજ માફ કરવા માટે કરજણનાં પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું.

Share

કોરોનો વાયરસ નામની ગંભીર બિમારીએ આખા વિશ્વને હચમચાવી નાખ્યું છે ત્યારે ભારત દેશ તથા ગુજરાત રાજ્ય પણ એમાંથી બાકાત નથી રહ્યુ નથી.સરકારશ્રી એ લોકડાઉન જાહેર કરતાં સંપૂર્ણ દેશ બંધ હતો. ગુજરાતનાં દરેક વ્યક્તિએ આ નિર્ણયને સમૅથન જાહેર કર્યું હતું અને સરકારનાં આદેશ મુજબ ગુજરાતના દરેક વ્યક્તિ ધરમાં રહીને કોરાના વાયરસ સામે લડવામાં રાષ્ટ્રની મદદ કરી હતી. વૈશ્વિક મહામારીનાં કારણે સામાન્ય જનજીવન ખોરવાયું ગયું હતું, ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા. આવનાં તમામ સ્ત્રોત બંધ થઈ ગયા જેના લીધે ગરીબ અને મધ્યમવર્ગનાં લોકોની પરીસ્થિતિ ખુબ જ દયનીય અને કફોડી બની ગઈ છે. ત્યારે દેશના નામચીન ડિફોલડરનાં રૂપીયા માફ થતા હોય તો લોકડાઉનનાં સમયગાળાનું લાઈટબિલ, બાળકોની સ્કુલ ફી, ગ્રામ પંચાયત, નગરપાલિકા મહાનગરપાલિકામાં વસવાટ કરતા ગરીબ તથા મધ્યમવગૅનાં મિલકત વેરો,લોકડાઉનનાં સમયગાળામાં લોનનાં હપ્તા ભરી ના શક્યા હોય તે વ્યાજ માફ કરવાની અપીલ મુળ નિવાસી એકતા મંચનાં અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર દ્વારા કરવામાં આવી હતી. વૈશ્વિક મહામારીનાં સમયની ખુબ જ માઠી અસર મધ્યમવર્ગનાં લોકો ઉપર વતૉય છે જેથી ઉપરોક્ત મુજબની માંગણી તાકીદે સ્વીકારીને લાઇટબીલ, શિક્ષણ ફી, મિલકત વેરો તથા લોનનાં હપ્તા પરનું વ્યાજ માફ કરવા માટે મુળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણનાં પ્રાંત અધિકારી શ્રી મારફતે મુખ્યમંત્રી શ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર આપવાના કાર્યક્રમ મૂળ નિવાસી એકતા મંચનાં અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર, રાજુભાઈ વસાવા, નરેશ પરમાર સહિતનાં સહકન્વીનરો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

વાંકલ : જૂની પેન્શન યોજના શરૂ કરવા કર્મચારીઓ દ્વારા બારડોલી પ્રાંતને આવેદન પાઠવાયુ.

ProudOfGujarat

રાજકોટના શાસ્ત્રીનગર પાસે ત્યાકતાની પૂર્વ પતિએ છરી ઝીંકી કરી હત્યા

ProudOfGujarat

ભરૂચ : મંદી અને મોંધવારી એટલે કે નાણાંકીય દુકાળમાં અધિક માસનો પ્રારંભ ભરૂચ જીલ્લા માટે કારમો સાબિત થશે જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!