પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાનાં કેલ્વીકુવા ગામની કાળીબેન ધનજીભાઈ વસાવા રાત્રીના અંધકારનાં સમયે પોતાના ઘરઆંગણે બેઠા હતા,જે દરમિયાન કેલ્વીકુવા ગ્રા.પંચાયતના સરપંચ ભાવેશ માધુસિંગ વસાવા અને તેના પિતા માધુસિંગ ખોડીયા વસાવા આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને જણાવેલ કે તમે લુખ્ખાઓ મોહસિનના માણસો થઇ ગયા છે, ત્યારે કાળીબેન વસાવાએ અમે મોહસિનનાં માણસો નથી તેવું કહેતા સરપંચ ઉશ્કેરાટમાં આવીને તમને ગામમાંથી કાઢી મૂકવાના છે તેવી ધમકીઓ આપી હતી, ત્યારે અશોક બાબર રાઠોડ વચ્ચે પડીને તેણે પણ બે-ત્રણ તમાચા મારીને ઢોર માર માયૉ હતો,અને સરપંચના હાથમાંથી તેના પિતા માધુસિંગ વસાવા કુહાડી લઇ લીધી હતી,અને તમને ગામમાં રહેવા દેવાના નથી,તમારા ટાંટીયા ભાંગી નાંખવાના છે, તેવી ધમકીઓ આપી હતી, ત્યારે ઇલા મહેશ વસાવા સરપંચનું ઉપરાણું લઈને આવી તેણે પણ માર-મારવાની ધમકીઓ આપી હતી,બનાવની જાણ થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા. જ્યારે કાળીબેન ધનજીભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં સરપંચ અને તેના પિતા સહિત અન્ય એક ઉપર ફરિયાદ કરી હતી,નેત્રંગ પોલીસેે પણ બનાવની ગંભીરતા જાણી સરપંચ સહિત અન્ય બે ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરતા ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કયૉ હતા.
નેત્રંગ : કેલ્વીકુવા ગ્રામ પંચાયતનાં સરપંચ અને તેના પિતા મહિલાને ગામમાંથી કાઢી મુકવાની ધમકી આપતા પોલીસે ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કયૉ.
Advertisement