Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટેની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો, કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ આજે વિધાનસભાનાં અધ્યક્ષને રાજીનામાં ધરી દીઘા.

Share

રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકો માટેની ચૂંટણી પહેલા રાજ્યનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ આજે વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામાં ધરી દેતા કોંગ્રેસમાં રાજ્યસભાની બે બેઠકો મેળવવાની ઇચ્છા પર પાણી ફરતુ દેખાઇ રહ્યુ છે. કરજણનાં ધારાસભ્ય અક્ષયકુમાર પટેલ અને કપરાડાના ધારસભ્ય જીતુ ચૌધરીએ કોંગ્રેસ સાથેનો છેડો ફાળથા કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી પહેલા બેકફૂટ પર આવી ગઇ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ફરી પાછી તરજોડની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ભાજપ પોતાની જૂની તરજોડની નીતિ પર કાયમ રહીને કોંગ્રેસનાં બે ધારાસભ્યોને તોડવામાં સફળ રહ્યું છે. તો સામે પક્ષે કોંગ્રેસ હંમેશાની માફક આ વખતે પણ ઉંધતી ઝડપાઇ છે. ભાજપે પોતાની પાસે ધારાસભ્યોનું પૂરતુ સંખ્યા બળ ના હોવા છતા ત્રણ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જ્યારે કોંગ્રેસ પાસે બે ઉમેદવારોને જીતાડી શકે તેટલા ધારાસભ્યોનું પૂરતુ સંખ્યા બળ હતું. આ સાથે જ જીગ્નેશ મેવાણી અને છોટુ વસાવા અને તેના દિકારાનાં મતો પણ કોંગ્રેસને મળે તેવી શક્યતા હતી. આ જોતા કોંગ્રેસની બેઠકો નિશ્ચિત માનવામાં આવતી હતી પણ કોંગ્રેસના બે ધારાસભ્યોનાં રાજીનામાં પડતા કોંગ્રેસ માટે બે રાજ્યસભાની બેઠકો જીતવી મુશ્કેલ બની છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા નજીક સી.એન.જી બોટલનો ટેમ્પો ઊભેલી ટ્રક સાથે અથડાયો.

ProudOfGujarat

અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

RMPS ઇન્ટરનેશનલ શાળામાં નર્મદા સહોદયા દ્વારા ભરૂચ- અંક્લેશ્વરની શાળાનાં આચાર્ય અને શિક્ષકો માટે હેલ્થ એન્ડ વેલનેસ ઓફ સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!