સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલ નવાગામ, લીમડી, વાગડીયા, ગોરા, ગભાણ વગેરે અસરગ્રસ્ત આદિવાસી સમાજને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ હેરાનગતિ તથા તેઓની વ્યાજબી માંગણીઓ પૂર્ણ થાય તે માટે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ/ ભરૂચ શહેર મહિલા પ્રમુખ જયોતિબેન તડવી દ્વારા ગાંધીનગર રાજભવનમાં મહામહીમ રાજયપાલશ્રીને લેખિતમાં માંગ કરી છે. છેલ્લાં ઘણા સમયથી સરદાર સરોવર નર્મદા ડેમનાં અસરગ્રસ્ત આદિવાસી જનોને સરકારી તંત્ર દ્વારા અનેક પ્રકારની હેરાનગતિ અને અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને દરેક વખતે સરકાર અને પોલીસ આદિવાસી ગરીબ ભાઈઓ અને બહેનો ઉપર વારેવારે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. આ અસરગ્રસ્ત એવા આદિવાસીઓ ઉપર અમાનવીય પ્રકારનાં વ્યવહારો કરવામાં આવી રહ્યા છે અને આ નિર્દોષ આદિવાસીઓને મરણતોલ મારવાની ઘટનાઓ સામે આવી રહી છે અને સાથે આદિવાસી મહિલાઓ ઉપર પણ દમન ગુજારવામાં આવી રહ્યા છે. આદિવાસી મહિલાઓ પર અત્યાચારો ગુજારી સરકાર અને પોલીસ શું સાબિત કરવા માંગે છે ? આ સર્વ ઘટનાઓને ધ્યાનમાં લઈ ભરૂચ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જયોતિબેન તડવીએ ગાંધીનગર ખાતે રાજભવનમાં મહામહીમ રાજયપાલશ્રીને એક આવેદન પાઠવતો પત્ર આપ્યો છે. જેમાં અસરગ્રસ્ત આદિવાસીઓ ઉપર સરકાર અને પોલીસ દ્વારા કરાતી હેરાનગતિ અને અત્યાચારો દૂર કરી ન્યાયિક અને કાયદેસરની માંગણીઓ પૂરી કરવાની માંગ કરી છે. ભરૂચ શહેર કોંગ્રેસનાં માજી પ્રમુખ અને નગરપાલિકાનાં હેડ હેમેન્દ્ર કોઠીવાલા, પ્રદેશ મહિલા આગેવાન ફરિદાબેન પટેલ તથા અન્ય મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા આદિવાસી જનોને હેરાનગતિ કરાતી હોવાથી ભરૂચ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજયપાલશ્રીને સંબોધતું આવેદનપત્ર ભરૂચ કલેકટરશ્રીને સોંપવામાં આવ્યું.
Advertisement