Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજમાં યશસ્વી રાસાયણિક કંપનીમાં બનેલ હૃદય કંપાવતી ઘટના અંગે રાજ્ય સભાના સભ્ય અહમદભાઈ પટેલે દુઃખ વ્યક્ત કર્યું

Share

વાગરા તાલુકાના દહેજના સેઝ-2 માં આવેલ યશસ્વી રસાયણિક કંપનીમાં બ્લાસ્ટમાં કામદારોના થયેલ મોત અંગે રાજ્યસભાના સભ્ય અહમદભાઈ પટેલે સોશિયલ મીડિયા ઉપર દુઃખ વ્યક્ત કરી કામદારોને ત્વરિત અસરથી સારવાર આપવા ઉપરાંત જવાબદારો સામે સખત કાર્યવાહી માટે માંગ કરી છે. ભરૂચ જિલ્લા માટે આજનો દિવસ કાળો દિવસ સાબિત થયો છે. એક તરફ કોરોનાનો કહેર છે ત્યારે દહેજ ઔદ્યોગિક એકમમાં આવેલ યશસ્વી રસાયણિક કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન બોઇલર ફાટી જતા બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો વિકરાળ હતો કે આજુબાજુની કંપનીના કાચની બારીઓ અને નાજુક સામાન તૂટી ગયા હતા. કંપનીના એક કિલોમીટર ઉપરાંતના ત્રિજ્યામાં સ્થાનિક લોકોને બ્લાસ્ટના આંચકાનો અનુભવ થયો હતો. આગની ઘટના બાદ ધુમાડાના ગોટેગોટા આકાશમાં દેખાતા ફાયર ફાઈટર સહિત સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. જોકે બ્લાસ્ટની ઘટનામાં કંપનીના કેટલાક કર્મચારીઓ સ્થળ પર જ કશું સમજે તે પહેલા મોતને ભેટી ચૂક્યા હતા. હૃદય કંપાવતી આ ઘટનામાં બાકી હોય તેમ એક વીડિયો પણ વાયરલ થતાં કામદાર આલમમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો સાથે જ કંપની અને તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થયા હતા. કંપનીના વાયરલ થયેલા વિડિયો માં યશસ્વી રસાયણિક કંપનીમાં કામ કરતો કર્મચારી બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ થઈ રોડ ઉપર ભારતી નજરે પડે છે સારવારની રાહ જોઈ રહેલી ઇજાગ્રસ્ત માટે સ્થાનિક લોકો એમ્બ્યુલન્સ માટે બૂમો પાડી રહ્યા છે. પરંતુ એમ્બ્યુલન્સ હાજર ન હોવાને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કામદાર પીડા સહન કરવા મજબૂર બન્યું હતું જેનો વિડીયો ઉતારીને કોઈ સ્થાનિક દ્વારા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા વિડિયો ભારે વાયરલ થયું હતું જે રાજ્યસભાના સભ્ય અહેમદભાઈ પટેલ સુધી પહોંચતા અહેમદભાઈ પટેલે વિડિયો પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરી વહીવટી તંત્ર પાસે કામદારોને ત્વરિત સારવાર આપવા માટે માંગ કરી હતી. વધુમાં કંપનીમાં કામદારોના મોતની વિગતો અહેમદભાઈ પટેલ સુધી પહોંચતા તેઓએ દહેજ યશસ્વી કંપનીમાં બ્લાસ્ટમાં કામદારોના મોત અંગે દુઃખ વ્યક્ત કરી વારંવાર બનતા બનાવો મુદ્દે રાજ્ય સરકારની નિષ્કાળજી ગણાવી જવાબદાર અધિકારીઓની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે કામદારોની સુરક્ષા રાજ્ય સરકારની જવાબદારી છે જે નિભાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નિવડી હોવાનું એક બાદ એક બનતી ઘટનાઓ પરથી પ્રતીતિ થાય છે. કામદારોની સુરક્ષા મુદ્દે રાજ્ય સરકાર વિચારે તેવી પ્રતિક્રિયાઓ પણ હાલ સોશિયલ મીડિયા પર શરૂ થઇ છે. દહેજની યશસ્વી રસાયણિક કંપનીમાં સવારની આગ કલાકો બાદ સંપૂર્ણપણે આગ કાબુમાં આવી હતી. બ્લાસ્ટની ઘટના એટલી વિકરાળ હતી. જે આજુબાજુના ગામોમાં પણ તેની આહટનો અનુભવ થયો હતો. કંપનીમાં હાઈડ્રોજન ટેન્ક આગના કારણે ફાટવાની દહેશતના કારણે બે હજાર કરતા વધુ લોકોને તકેદારીના ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટની ઘટનાના વિડીયો ગણતરીના કલાકોમાં સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયા બાદ મીડિયાની ફ્રન્ટલાઈન બની જતા અને હૃદય કંપાવતી ઘટના દિલ્હી સુધી ગુંજતા અહેમદભાઈ પટેલે પણ ઘટનાની વિગતો મેળવી કામદારોના મોત અંગે દુઃખ વ્યક્ત કરી જવાબદારો સામે કાર્યવાહી માટે માંગ કરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રાજ્યસભાના સભ્ય અહેમદભાઈ પટેલ મૂળ ભરૂચના હોવાને પગલે તેઓ ભરૂચ માટે હર હંમેશ ચિંતિત અને સક્રિય રહે છે. અગાઉ પણ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પટેલ નગરના ૧૫૦ કરતાં વધુ કામદારોનો વિડીયો વાયરલ થતા તેમને પણ સેવાભાવી સંસ્થાની મદદથી ત્વરિત અસરથી સહાય પહોંચાડી હતી. જોકે આજરોજ બનેલ બનાવ અંગે પણ વિગતો મેળવી સોશિયલ મીડિયા ઉપર ચિંતા વ્યક્ત કરી કામદારોના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

સમદ ખેરની:- અંકલેશ્વર

Advertisement

Share

Related posts

મંત્રી પ્રદિપભાઇ પરમાર સહિત સંકલ્પભૂમિ સ્મારક વડોદરાની તજજ્ઞ સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

અંકલેશ્વર નજીક હાઇવે પર ખરોડ ચોકડી નજીક નિર્માણ પામતા ઓવરબ્રિજનું કામ બંધ, માર્ગ બિસ્માર બનતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડીમાં આવેલ ઉંટડી પુલ એટલે રખડતાં ઢોરનો ઢગલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!