નર્મદા રાજપીપળામાં આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના આદિવાસીઓની મુલાકાત લઈ એમના પ્રશ્નો સાંભળ્યા હતા.શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આદિવાસીઓને સરકારનું અમને 500 કરોડનું પેકેજ પણ મંજુર નથી.પેકેજનાં નામે આ લોલીપોપ છે અને પેકેજ જોઈતું હોય તો લે બાકી ન પણ લે, સત્તાનાં જોરે ધક્કા મારીને પરાણે પેકેજ ન અપાય.ભવનો બનાવવા હોય તો ગાંધીનગરમાં બનાવો, તમે જો નદીના પટના સરદાર પટેલનું સ્ટેચ્યુ જો ઉભું કરી શકતા હોય તો નર્મદા ડેમથી ભરૂચ સુધી નદીના પટમાં યુપી, બિહાર, એમપી ભવનો કેમ ઉભા નથી કરતા. તમે ગરીબનું ઝૂંપડું તોડીને એની પર બીજા માટે બંગલાઓ બનાવવા માંગો છો એ વિકાસ ન કહેવાય, સ્થાનિક આદિવાસીઓ સુપ્રીમ કોર્ટમાં જાય, સુપ્રિમ કોર્ટ જે નિર્ણય કરે ત્યાં સુધી સરકારે માનવતના ધોરણે સરકારે આ વિસ્તારમાં કામગીરી બંધ રાખવી જોઈએ.વધુમા શકરસિંહે જણાવ્યું હતું કે જળ જંગલ જમીનને સાચવનારા સાચા લોકો છે અને કદી જૂઠું ન બોલનારા સમાજ છે, ક્યાં પ્રવાસન જતું રહે છે બિહાર ભવન, યુપી ભવન બનાવે છે મારે સરકારને કહેવું છે નિરાંતથી રહેવા દે તો સારું નર્મદા ડેમ વખતે આ લોકોએ જમીન આપી હતી પીવાનું પાણી મળે સિંચાઈ ખેતરો સુધી મળે છે, ત્યારે પર્યટનનાં નામે તમે મેડ ઈન ચાઈનાની સરદાર સાહેબની પ્રતિમા બનાવો છો અને લોખંડ ભેગું કરવાનું નાટક કરેલું ભંગાર ક્યાં છે એની ખબર નથી પડતી લોકોને છેતરવા માટેના આ ધંધાઓ કરે છે. સુપ્રીમ જાય ત્યાં સુધી રાહ જુવો તેમ સરકારને સંબોધી કહ્યું હતુંને વધુમાં કહ્યું કે તમને જગ્યા મળશે આખા ગુજરાતમાં પણ આમને અહીંયા રહેવા દો,ગરીબનું ઝૂંપડું તોડી અમીર માંટે બંગલા ન બનાવવામાં આવે આવે તે વિકાસ ન કહેવાય. સરકાર ગરીબ આદિવાસીઓની હાય લેશે તો લઈને ડૂબશે ,આ આદિવાસીઓને ડિસ્ટબ ન કરો તમારા તાયફામાંથી બાકાત રાખો. સરકારને અસર થાય તો સારું એમના દુઃખમાં ભાગ લેવા આવ્યા છું તેમને આ ફેન્સીંગની કામગીરી પણ તાત્કાલિક ધોરણે બંધ કરવા સરકારને અપીલ કરી હતી. સમગ્ર ઘટનાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
નર્મદા રાજપીપળામાં આજે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં 6 ગામનાં આદિવાસીઓની મુલાકાત લઈ એમના પ્રશ્નો સાંભળ્યા હતા.
Advertisement