છેલ્લા બે દિવસથી સરકારી કચેરીઓમાં કોરોના મહામારીને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ સંસ્થાઓ અને કંપની તરફથી આપવામાં આવેલ કીટનો જથ્થો ધૂળ ખાઈ રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જે બાદ આજરોજ જાગૃત શહેર કોંગ્રેસનાં આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે રજુઆત કરવામાં આવી હતી, જેમાં મીડિયાનાં માધ્યમથી જાણવા મળેલ બાબતને કલેક્ટર સમક્ષ મૂકી કોંગી આગેવાનોએ આ સરકારી કચેરીઓમાં પડી રહેલા કિટોને યોગ્ય રીતે જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માટે રજુઆત કરી હતી. મહત્વનું છે કે મીડિયાનાં માધ્યમ થકી જાગૃત થતા કોંગી કાર્યકરો કે આગેવાનો શું શહેરની સમસ્યાઓ કે આ પ્રકારની ઘટનાઓ અંગે માહિતી નથી મળતી ? કે પછી કાર્યકરો જનતાનાં પ્રશ્નોને મીડિયા વાંચા આપે અને બાદમાં તેઓ રજુઆત કરે તેવી જ નેમ લીધી છે તેવી ચર્ચાઓ પણ લોકોમાં ચર્ચાઈ રહી છે. જિલ્લા પંચાયત સહિતનાં વિભાગોમાં પણ ભ્રષ્ટાચાર થતા હોવાની ચર્ચાઓ લોકો વચ્ચેથી જાણવા મળતી હોય છે. તેવામાં આવા મામલોઓ પણ વિપક્ષ તરીકે મીડિયાનાં માધ્યમોથી જાણી નહિ પરંતુ તેઓના માધ્યમથી લોકો વચ્ચે ઉજાગર થાય તેવી બાબતોનું પણ આ આગેવાનોએ નોંધ લેવી જરૂરી જણાઈ રહી છે.
ભરૂચ : મીડિયાનાં અહેવાલો બાદ કોંગ્રેસનાં આગેવાનોએ સરકારી કચેરીઓમાં લોકડાઉનનાં સમયમાં સામાજિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ કિટો જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા રજુઆત કરી હતી.
Advertisement