Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા જીઆઈડીસીની લેન્ક્ષેસ કંપનીમાંથી ચોરી થયેલ રૂપિયા ૨૨ લાખનાં પ્લેટિનમ કેટલિસ્ટ પાવડરની ચોરીની ઘટનામાં વધુ ચાર આરોપીઓની ઝઘડિયા પોલીસે ધરપકડ કરી છે.

Share

ઝઘડીયા જીઆઇડીસીમાં બંધ પડેલ કંપનીઓમાં તથા ચાલુ કંપનીઓમાં પણ ચોરીની ઘટનાઓ બેસુમાર બનતી રહે છે. ઝઘડીયા જીઆઈડીસીની આજુબાજુના ગામોનાં લબરમૂછિયા ચોરો તથા ભંગારીયાઓ દ્વારા રોજિંદી ચોરી ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાંથી કરવામાં આવે છે. ચોરીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે છતાં કંપની સંચાલકો તથા પોલીસ પણ આ બાબતે મૌન સેવી બેઠી છે. નાની ચોરીઓમાં આરોપીઓ પકડાતા નથી એવા આરોપીઓને પ્રોત્સાહન મળતા લેન્ક્ષેસ કંપની જેવી મોટી ચોરીઓ પર તેઓ હાથ અજમાવતા હોય છે. ત્યારે પોલીસને પણ અને કંપની સંચાલકોને પણ દોડધામ વધી જતી હોય છે. ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ લેન્ક્ષેસ કંપનીમાં ગત ૨૮.૪.૨૦ ના રોજ કંપનીના સ્ટોર રૂમમાંથી પ્લેટિનમ કેટલિસ્ટ નામના પાવડરની ૨૫ કિલોના બે ડ્રમની ચોરી થઈ હતી. જેની કિંમત રૂપિયા ૨૨ લાખ જેટલી થઇ હતી. પ્રથમ ચોરીની ઘટનામાં ભરૂચ જિલ્લા એલસીબીએ ચાર ઈસમોની ધરપકડ કરી હતી જેમાં મિલન શશીકાંત વસાવા, સતીશ હરેશ વસાવા, સુનિલ રાજેન્દ્ર વસાવાનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઝઘડિયા પોલીસે પણ ગત તારીખ ૨૫.૫.૨૦ ના રોજ વધુ ચાર આરોપીઓની ધરપકડ લેન્ક્ષેસ કંપનીના પ્લેટિનમ કેટલિસ્ટ ચોરીની ઘટનામાં કરી છે. ઝઘડિયા પોલીસે (૧) મહેશ શશીકાંત વસાવા (૨) સોમા દાદુ વસાવા બંને રહેવાસી રાણીપુરા (૩) કમલ રાજેશ વસાવા (૪) અવિનાશ મહેન્દ્ર ઠાકોર વસાવા બંને રહેવાસી ફૂલવાડીની ધરપકડ કરી છે. પકડાયેલા ચારેય આરોપીને કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવી ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ઝઘડીયા જીઆઇડીસીમાં ઘણી મલ્ટિનેશનલ કંપનીઓ છે. સિક્યુરિટીનો સંપૂર્ણ જાપ્તો છે ત્યારબાદ પણ આટલી મોટી ચોરી ચોરી થતી હોય તો કંપની સંચાલકો તથા સિક્યુરિટી એજન્સીઓની બેદરકારી સામે આવે છે. ઝઘડિયા પોલીસ માટે હવે તપાસનો વિષય એ છે કે ઝડપાયેલ સાત લબરમૂછિયા યુવાનો કોના કહેવાથી આ પ્લેટિનમ કેટલિસ્ટ પાવડરની ચોરી કરી કોને પહોંચાડવાના હતા! કેમકે આ એક એવું મટિરિયલ છે કે જેની ભાગ્યે કોઈને કામમાં આવતું હોય ત્યારે આવી વસ્તુઓની ચોરી કેમ થઇ તે એક મોટો પ્રશ્ન છે !

Advertisement

Share

Related posts

લીંબડી નજીક બોડીયા ગામના બ્રીજ પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત નીપજ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર અને યુપીનાં સામાજિક કાર્યકર અનુરાગ પાંડેની રેલ્વેનાં ઝેડ.આર.યુ.સી.સી માં સભ્ય તરીકે નિમણુક કરાઇ.  

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે 72માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!