અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ આજે સવારે દોડતી થઇ હતી કેમ કે પોલીસને જાણ કરવામાં આવી હતી કે જી.આઇ.ડી.સી ની કનોડીયા કેમિકલ કંપની નજીક આવેલ અવાવરું જગ્યામાં લોહીથી લથપથ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં યુવકના મૃતદેહ નજીક મોબાઇલ ફોનની હેન્ડ્સ ફ્રી તેમજ રૂપિયા 500 ની નોટો પડેલી હતી. મૃતદેહ પાસેથી લોહીવાળા પથ્થર મળી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવી. આ યુવાન કોણ છે તેની હત્યા કેમ કરવામાં આવી. તે દિશામાં તપાસ શરૂ કરી છે.
Advertisement