કોરોનાવાયરસ ને અટકાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર ચાર લોકડાઉન ની જાહેરાત કરાઈ છે. આગામી દિવસોમાં વધતા જતા કેસોને જોઈ પાંચમા લોકડાઉન ની જાહેરાત થવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. દેશની આર્થિક સ્થિતિને ધ્યાને રાખી કેટલાક ઉદ્યોગ અને વેપારને શરતોને આધીન પરવાનગી અપાઇ છે. પરંતુ કોરોનાવાયરસ ને અટકાવવા માટે સામાજિક અંતર એક માત્ર ઉપાય હોવાને પગલે ભીડભાડવાળી જગ્યાઓ ને ખોલવાની અથવા શરૂ કરવાની પરવાનગી અપાઈ નથી જેમાં ધાર્મિક સ્થળો ઉપરાંત સિનેમા ઘરો અને મોલ જેવી ભીડભાડવાળી જગ્યાઓ ને હાલ પુરતી બંધ રાખવાની સરકાર તરફથી સૂચના અપાઇ છે ભરૂચ જિલ્લાના સંચાલકો ના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનાથી સિનેમાઘર બંધ છે. સિનેમાઘરમાં કામ કરતા કર્મચારીઓના પગાર સહિત મેઇન્ટેનન્સ ખર્ચ અને લાઈટ બિલ આવતા અને આવકનો સ્ત્રોત બંધ થતા તેઓ આર્થિક ભીંસમાં છે. એક લાખ ઉપરાંતની રકમ અત્યાર સુધી દર મહિને ખોટ કરી રહ્યા છે. જ્યારે આવકનો સ્ત્રોત હાલ બંધ છે. પાંચમા તબક્કાના લોક ડાઉનમાં સામાજિક અંતર સાથે મલ્ટિપ્લેકસ અને મોલ શરૂ કરવા માટે તેઓએ સરકાર પાસે આશા સેવી હતી. જોકે હવે પાંચમા તબક્કા નુ લોકડાઉન જાહેર થશે કે નહીં? અને કયા વેપાર-ધંધાને છૂટ અપાશે તેના પર ઉદ્યોગપતિ સહિત વેપારીઓની મીટ છે.
ભરૂચ જિલ્લામાં લોકડાઉન વચ્ચે મલ્ટિપ્લેક્સના સંચાલકો સહિત મોલ ના સંચાલકો આર્થિક ભીંસમાં
Advertisement