ભરૂચ જીલ્લો કોરોના મુક્ત બનવાનું નામ જ નથી લઈ રહ્યું. ભરૂચમાં આજે વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો આંક 40 પર પહોંચ્યો.અમદાવાદ ખાતે ફરજ બજાવી પરત ફરેલ વાલીયા રૂપનગર એસ.આર.પી.કેમ્પ ના બે જવાનોના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા હવે જિલ્લામાં કુલ ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યો છે.ચાર-પાંચ દિવસ અગાઉ જ અગાઉ કોરોના ગ્રસ્ત થયેલા એસઆરપીના જવાનો રિકવર થતા રજા અપાઇ હતી.ભરૂચમાં આમોદ તાલુકાના ઇખર ગામમાં પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલ અને અંકલેશ્વર ભરૂચ, જંબુસર અને વાલીઓ સહિત સિવિલ હોસ્પિટલમાં એક બાદ એક પોઝિટિવ દર્દીઓ નોંધાયા. મોટાભાગના દર્દીઓ અન્ય જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં આવ્યા હોય અને કોરોના પોઝિટિવ નોંધાયા હોય તેવા જ છે. બે દિવસ અગાઉ પાંચ દર્દીઓને સારવાર આપી રજા આપવામાં આવતા ભરૂચ જિલ્લો કોરોના મુક્ત થવાની આશા હતી ત્યાં જ અમદાવાદ ખાતેથી આવેલ અંકલેશ્વરના તીર્થ નગરમાં 6 વર્ષીય બાળક કોરોના પોઝિટિવ નોંધાયો હતો. જ્યારબાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં એક દર્દી કોરોના ની સારવાર લઈ રહ્યો હતો. જોકે અમદાવાદ ખાતે ફરજ બજાવી પરત આવેલ વાલીયા રૂપનગર એસ.આર.પી.કેમ્પ ના બે જવાનો ના રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ નોંધાતા ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ નો આંક 40 પર પહોંચ્યો છે. અંકલેશ્વરની COVID-19 હોસ્પિટલમાં હાલ ત્રણ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં હાલ કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન નથી પરંતુ અન્ય જિલ્લામાંથી આવતા લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. ભરૂચ જિલ્લાને કોરોના મુક્ત બનાવવા માટે લોકો તકેદારી રાખે અને અન્ય જિલ્લામાંથી આવતા લોકો અંગે પોલીસ સહિત આરોગ્ય વિભાગને જાણ કરે તે અત્યંત જરૂરી છે.
ભરૂચ જીલ્લો કોરોના મુક્ત બનવાનું નામ જ નથી લઈ રહ્યું ભરૂચમાં આજે વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 40 પર પહોંચ્યો.
Advertisement