Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ નિમિતે તારીખ ૧૨ જૂનના રોજ આયોજિત ઑન લાઈન કવિ સંમેલન

Share

વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ નિમિતે તારીખ ૧૨ જૂન ૨૦૨૦ ના રોજ બપોરે બે વાગ્યે મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા ઑન લાઈન કવિ સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે. આ સંમેલન નું ઉદ્ઘાટન આદરણીય શ્રી રાજકુમાર જૈન રાજન પ્રસિધ્ધ હિન્દી સાહિત્યકાર દ્વારા કરવામાં આવશે. શ્રીરાજકુમાર જૈન રાજન અકોલા ચીતોડ ગઢ રાજસ્થાન ના વતની છે. તેઓ દર વર્ષે બાળ સાહિત્ય માં વિશિષ્ટ કામગીરી કરનાર બાળ સાહિત્યકારો નું સન્માન કરે છે. તેઓએ ચાર લાખ રૃપિયા ના બાળ સાહિત્ય ના પુસ્તકો શાળા ઓ મા વિના મૂલ્યે વિતરણ કર્યાં છે.શ્રી રાજકુમાર જૈન હાલ માં વડોદરા થી પ્રકાશિત કરવામાં આવતી સંગીની હિન્દી પત્રિકા ના સહ સંપાદક છે. તેઓને ઘણા બધા સન્માન અને પુરસ્કારો પ્રાપ્ત થયેલા છે. અધ્યક્ષ શ્રી મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર ના ડૉ ગુલાબચંદ પટેલ ને તેઓના સન્માન સમારંભ માં ચીતોડ ગઢ ખાતે રૂપિયા ૨૧૦૦ ની રાશિ સાથે અંબાલાલ હિંગડ અવાર્ડ થી રાજકુમાર ફાઉંડેશન રાજસ્થાન દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ : બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ખેડૂતોને વિડિયો કોન્ફરન્સથી માહિતી આપવામાં આવે છે.

ProudOfGujarat

નેત્રંગમાં સોયાબીન બિયારણના પ્રતિ ક્વિન્ટલના ૧૦,૦૦૦ ભાવથી ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં વિલાયત જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!