કોરોના વાયરસને પગલે લગભગ ૬૦ દિવસ સુધી લોક ડાઉનનાં કારણે શહેર-જિલ્લાનાં રસ્તા સુમસામ બન્યા હતા. વાહન વ્યવહાર બંધ હોવાના કારણે રસ્તાઓ ઉપર લોકોની સંખ્યા નહિવત હતી ત્યારે લોક ડાઉન ચારમાં રિક્ષા સહિત તમામ વાહન વ્યવહારને છુટ આપી દેવામાં આવી હતી. છુટનાં કારણે રસ્તા ઉપર વાહન વ્યવહાર પુનઃ ધમધમતો થયો હતો. જયારે આજે ભરૂચ શહેરનાં પાંચબત્તી સર્કલ, રેલ્વે સ્ટેશન સર્કલ, ગોલ્ડન બ્રિજ જેવા રસ્તા ઉપર ભારે ટ્રાફિકજામ નજરે પડ્યો હતો. ભરૂચ શહેરમાં રસ્તા ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. જેને લઇને લગભગ ૬૫ થી ૭૦ દિવસ પછી ભરૂચ શહેરમાં ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ શહેરમાં લોક ડાઉન ચારમાં ખુબ શરતને પગલે શહેરમાં ફરી ધમધમાટ શરૂ થયો છે.
advertisement :
Advertisement