પાલેજ લેહરી કોટન જિન ખાતે સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી પુરજોરમાં કરતા ખેડૂતો દ્વારા કિલોમીટરો લાંબી લાઈનોમાં ટ્રેક્ટરો ગોઠવી વેચાણ માટે આવી ચડ્યા હતા. ભરૂચ તાલુકાનું પાલેજ પંથક કપાસનાં મબલખ ઉત્પાદન માતે ગુજરાતભરમાં જાણીતું છે, લોકડાઉન દરમિયાન વેપારીઓ તેમજ દલાલોએ કપાસની ખરીદી માટે ૩૦૦૦ થી ૩૫૦૦ નો મામુલી ભાવ બહાર પડતા ખેડૂતોએ પેટ પર પતો બાંધી માલનું સંગ્રહ કરી રાખ્યું હતું. જે હવે સી.સી.આઈ દ્વારા ૫૦૯૦ નો ભાવ બહાર પડતા ખેડૂતો પોતાનો માલ લઈ વેચાણ માટે લાંબી કતારોમાં ગોઠવાઈ જઇ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. પાલેજ સી.સી.આઈ ખાતે અત્યાર સુધીમાં પાલેજ સેન્ટર ખાતે ૧૦ હજાર ગાંસડીનો શંકર ૬ કપાસ ખરીદવામાં આવ્યો છે. જ્યારે કરજણ સેન્ટર ખાતે ૩૦ હજાર ગાંસડી કપાસની ખરીદી કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ અંગે સી.સી.આઈ અધિકારી ડી.ડી.સોલંકી સાથે વાત થતા તેઓએ જણાવ્યું હતું કે હાલ સેન્ટર ઉપર ખરીદી ચાલુ જ રહેશે જેથી ખેડૂતો એ ગભરાવાની કઈ જરૂર નથી. ચાલુ વર્ષે ભરૂચ તાલુકામાં કપાસનું મબલક ઉત્પાદન થવા પામ્યું છે.કોરોના વાઇરસને ધ્યાનમાં લઇ સી.સી.આઈ દ્વારા ગામ દીઠ ખેડૂતોને વહેલાં તે પહેલાંના ધોરણે રોજિંદી કપાસની ખરીદી કરવામાં આવે છે. પાલેજ આસપાસનાં ૨૫ જેટલાં ગામોનાં ખેડૂતે કપાસ લઈ જીન ખાતે આવે છે, વહેલા નંબર આવે માટે ખેડૂત રાત્રીથી અહીં કપાસનાં ટ્રેક્ટર લઈ જીનની બહાર ગોઠવાઈ જાય છે. અહીં કેટલાક ખેડૂતો દ્વારા એ.પી.એમ.સી માર્કેટ ખેડૂતો પાસેથી સેશ લે છે છતા ખેડૂતોનું કોઇ પણ પ્રકારનું હિત જોતી નથી તેવા આક્ષેપો પણ કરી રહ્યા છે. રોજિંદા સાજથી જ કોટન જીન પાસે આશરે ૨૦૦ ઉપરાંત ટેક્ટરો કપાસની લાઇનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે.જેના પગલે રોજિંદા ૭૦૦ થી ૮૦૦ ગાંસડી કપાસની સી.સી.આઈ પાલેજ સેન્ટર પર આવક થઈ રહી છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
પાલેજ-કરજણ ખાતે સી.સી.આઈ સેન્ટર ઉપર કપાસની મબલખ આવક થતાં ૩૦૦ ટ્રેક્ટરો લઈ ખેડૂતો વેચાણ માટે આવ્યા.
Advertisement