Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ધારાસભ્યએ સરકારી અનાજનાં ગોડાઉનમાં અનાજ કૌભાંડ બહાર પાડતા ગાંધીનગર પુરવઠા નિગમની ટીમે તપાસ શરૂ કરી.

Share

ભરૂચમાં સરકારી અનાજનાં ગોડાઉનમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે રેડ પાડી ઓછું અનાજ પહોંચતું હોવાનો પર્દાફાશ કરતા આજરોજ ગાંધીનગરથી પુરવઠા નિગમની ટીમે ભરૂચના સરકારી અનાજના ગોડાઉનમાં સ્ટોકની ખરાઇ સાથે કૌભાંડ મુદ્દે તપાસનો દોર શરૂ કર્યો છે. ભરૂચમાં સસ્તા અનાજની દુકાનો પર ઓછું અનાજ મળતું હોવાની ફરિયાદ ધારાસભ્ય દુષ્યંત પટેલ સુધી પહોંચતા તેઓએ અનાજ કેમ ઓછું પહોંચે છે? તે અંગે તપાસ શરૂ કરી હતી જોકે તપાસ દરમિયાન સરકારી અનાજના ગોડાઉનમાંથી જ ઓછું અનાજ આવતું હોવાની વિગતો બહાર આવી હતી. ત્યારબાદ ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ અને તેમની ટીમ સહિત ભરૂચ પુરવઠા વિભાગના કર્મચારીઓ સરકારી અનાજના ગોડાઉન ઉપર પહોંચ્યા હતા અને અનાજની ગૂણોનું વજન કરાવતા 50.500 કિલોગ્રામની ગુણોમાં સરેરાશ સાડા 350 ગ્રામ સુધી વજન ઓછું આવતું હોવાનું જાણવા મળ્યું હતું. ધારાસભ્ય દુષ્યંત પટેલના જણાવ્યા મુજબ 3000 જેટલી ગુણોનું વજન કરાવતા 50 કિલોની 17 ગુણ જેટલો અંતર આવતા કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ગોડાઉનમાં અંદાજિત ૭૦ થી ૮૦ જેટલી 50 કિલોની ગુણ જેટલું અનાજ દુકાનો સુધી ઓછું પહોંચતી હોવાનો અંદાજો પણ લગાવ્યો હતો. ભરૂચના ધારાસભ્ય અંગે જિલ્લા કલેકટર, ભરૂચ એસપી અને ગાંધીનગર પુરવઠા નિગમ સહિત રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી સરકારી અનાજના ગોડાઉનમાંથી પહોચતું ઓછું અનાજ મુદ્દે તપાસ કરી કુસુરવાર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ માંગણી કરી હતી. જોકે ધારાસભ્ય રજૂઆત કરે અને ટીમના આવે એવું તો ક્યારેય ન બને જેને લઇ આજે ભરૂચના અનાજ ગોડાઉનની ચર્ચાઓ ગાંધીનગર સુધી ગુંજતા ગાંધીનગર પુરવઠા નિગમના અધિકારીઓ સવાર થતાં જ ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા અને મદદનીશ નિયામક ધવલ કોકાણીએ જાતે તપાસ શરૂ કરી સ્ટોકની કરાઈ કરવાની કાર્યવાહી આરંભી છે. હવે આગામી દિવસોમાં અનાજ કૌભાંડ મુદ્દે વધુ નવા ચોંકાવનારા ખુલાસા સપાટી પર આવી શકે તેમ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ હાઈસ્કૂલમાં ઓનલાઇન નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

આબુ: માઉન્ટ આબુમાં 4 ની તિવ્રતાનો ભુકંપનો આંચકો-કોઈ જાનહાની નહિ…

ProudOfGujarat

તાપી: સોનગઢમાં ખંડેર જેવા મકાનમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું. પોલીસ, એફએસએલના અધિકારીઓએ હાથધરી તપાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!