Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજમાંથી ૭૦૦ જેટલાં શ્રમિકોને એક માસમાં પોતાના વતન પહોંચાડાયા.

Share

દેશભરમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યું છે જેને લઈ ભારત સરકાર દ્વારા તેના વધતા જતા સંક્રમણને અટકાવવા ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું હતું જેના પગલે શ્રમિક વર્ગ દેશનાં ખૂણે ખૂણે ફસાઈ જવા પામ્યા હતા. એવા જ ૭૦૦ જેટલા શ્રમિકોને પાલેજ ગામથી સફળતા પૂર્વક જેઓના ગામ પહોંચડવાની પ્રશંસનીય કામગીરી બજાવવામાં આવી હતી. લોકડાઉન સરકારના આદેશથી ચોથા તબક્કામાં પ્રવેશ્યું હતું જેથી ધંધા રોજગાર અર્થે આવેલા પરપ્રાંતીય શ્રમિકો એ પોતાના વતન જવાની પ્રબળ ઇચ્છા દર્શાવતા કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અન્વયે જિલ્લામાં રોકાયેલા શ્રમિકોને જિલ્લા કલેકટર શ્રી ભરૂચ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. જેમાં પાલેજનાં ૭૦૦ જેટલા શ્રમિક પરપ્રાંતિઓનો પણ સમાવેશ થાય છે. હાલમાં જ ઓરિસ્સા રાજ્યના ૪૫ થી વધુ શ્રમિકો નોકરી ધંધાર્થે પાલેજ ખાતે રોકાયેલા હતા જેઓએ પોતાના વતન જવાની ઇચ્છા દર્શાવતા આરોગ્ય ચકાસણી કરી ફૂડ પેકેટ તેમજ પાણી સહિતની તમામ સુવિધાઓ પાલેજ ગ્રામ પંચાયત સરપંચ નસીમ બાનું સલીમ વકીલ તેમજ તલાટી કરણસિંહ ચાવડાએ ઉપલબ્ધ કરાવી હતી ૪૫ જેટલાં શ્રમિકોને બસ મારફતે વડોદરા રેલવે સ્ટેશન સુધી મૂકી આવવામાં આવ્યા હતા.છેલ્લા એક મહિના દરમ્યાન પાલેજ ગ્રામ પંચાયતનાં સતત પ્રયત્નોથી ૭૦૦ જેટલા શ્રમિકો વિવિધ રાજ્યોનાં જેમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ,બિહાર, ઝારખંડ,ઓરિસ્સાનો સમાવેશ થાય છે. તેમને ટ્રેન મારફતે વતન મોકલવાની કામગીરી પાર પાડી છે.મુશ્કેલીનાં સમયમાં પાલેજ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય કામગીરીને સૌ બિરદાવી રહ્યાં છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આડેધડ પાર્ક કરાતા વાહનો બાબતે પોલીસે એસોસિએશનને ચેતવણી આપી.

ProudOfGujarat

વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૧ મો પ્રાગટ્ય દિન ઉજવાયો.

ProudOfGujarat

વડોદરામાં બજેટને લઈને કારોબારી સમિતિની બેઠક મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!