નર્મદા જિલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં કેવડીયા ગામ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સતા મંડળનાં અધિકારીઓ સરદાર સરોવર નર્મદા નિગમ તથા નાયબ કલેકટર અને વહીવટદાર કચેરીના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ફેન્સીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરીનો ગામ લોકોએ વિરોધ કર્યો હતો ગામ લોકોનું કહેવું છે કે આ કામગીરી અધિકારીઓ કોની મંજૂરીથી કરી રહ્યા છે તેનો અમને જવાબ આપે અને જો લેખિતમાં ઓર્ડર હોય તો તે અમને બતાવે ત્યારબાદ કામગીરી ચાલુ કરે.દરમિયાન પોલીસ તથા ગામ લોકો વચ્ચે શાબ્દિક બોલાચાલી તથા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જો કે મામલો વધુ ગરમાય એ પહેલા પોલીસે સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો, અને વિરોધ કરનારી મહિલાઓને ડિટેન કરી રાજપીપળા જીતનગર ખાતે પોલિસ હેડક્વાર્ટર લવાયા હતા.દરમિયાન એ મહિલા પૈકીની એક મહિલા શારદાબેન તડવીની તબિયત અચાનક લથડતા એમને તત્કાલિક સારવાર અર્થે રાજપીપળા સીવીલ હોસ્પિટલ ખાતે લવાયા હતા, જ્યાં હાલ એમની સારવાર ચાલી રહી છે.તો બીજી તરફ આદિવાસી નેતા MLA છોટુભાઈ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવયા છે.મહત્ત્વની બાબત તો એ છે કે આ સમસ્યા છેલ્લા કેટલાય સમયથી ગામ લોકો તથા નિગમના અધિકારીઓ વચ્ચે ચાલી રહી છે અને પણ ગામ લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે.જેને કારણે પોલીસનાં માથે ભાર આવી જાય છે.
મોન્ટુ શેખ
રાજપીપલા
નર્મદાનાં કેવડીયા ગામે ફેન્સીંગની કામગીરી દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી.
Advertisement