Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા વોર્ડ નંબર 1 માંથી ઇસ્માઇલભાઈ મન્સૂરીની આગેવાનીમાં રાજપીપળા નગરપાલિકા દ્વારા વેરો વધારવાના વિરોધમાં 132 જેટલી અરજી મોકલી.

Share

હાલના સમગ્ર વિશ્વ અને સમગ્ર ભારતને કોરોનાએ બાનમાં લીધું છે કોરોનાની અસરથી ગરીબ વર્ગોને ખાસી અસર જોવા મળે છે. ભારત દેશનાં વડાપ્રધાન દ્વારા કહેવામાં આવેલું છે કે લોક ડાઉનમાં આપણું અને આજુબાજુ ગરીબો રહેતાનું ધ્યાન રાખવું અને સિનિયર સિટીઝનનું ખ્યાલ રાખવા સૂચન કર્યું છે. આ મુદ્દે નાંદોદનાં ધારાસભ્ય પીડી વસાવા એ પણ રાજપીપળા પાલીકાને પત્ર લખીને વિરોધ દર્શાવ્યો છે. રાજપીપળા નગરપાલિકામાં 25 વર્ષ પછી ભાજપ બહુમતી ચૂંટાઈ આવી હતી. પહેલા અઢી વરસ ભાજપે શાસન કર્યું હતું પણ બીજા અઢી વર્ષમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ મળીને શાસન કરી રહ્યા છે. બીજી તરફ રાજપીપળા નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિથી નબળી હોવાથી રાજપીપળા પાલિકાના પ્રમુખ દ્વારા વેરો વધારોનો પરિપત્ર ફરતો કર્યો હતો એમાં રાજપીપળાના નગરપાલિકાનાં શાસક પક્ષ ભાજપનાં અમુક સભ્યોએ આનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસનાં સભ્યએ પણ આ વેરાનો વિરોધ કર્યો હતો અને કોંગ્રેસ વિરોધ પક્ષનાં નેતા એ આ વેરો વઘારો પરિપત્રમાં સહી કરી હતી. કોંગ્રેસનાં સભ્યોમાં અંદરો અંદર મતભેત ઉભો થયો છે. ફરી પાછા વોર્ડ નંબર 1 ના જાગૃત નાગરિક ઈસ્માઈલભાઈ ફોરજી એ વોર્ડ નંબર એકમાંથી 132 વાંધા અરજી લઈને નગરપાલિકાની કચેરી પહોંચ્યા હતા એની સાથે ઈમ્તિયાઝભાઈ મન્સૂરી જીગો કાઠી નિઝામભાઈ સૈયદ અને માજી સભ્ય સિકંદર ખાન પણ હાજર રહ્યા હતા અને ચીફ ઓફિસરને વેરો ના વધે એ માટે રજૂઆત કરી હતી. અરજીમાં જણાવ્યા મુજબ રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આવેલી છે રાજપીપળા નગરપાલિકા દ્વારા સદરહુ મિલકતમાં વેરો વધારવા અંગે ન્યુઝ પેપરમાં જાહેરાત આપીને વાંધો રજૂ કરવા સૂચવેલ છે. હાલની કોરોના વાયરસની મહામારીનાં કારણે આપણા દેશમાં લોકડાઉની જાહેર કરવામાં આવેલ છે. જેથી તમામ રોજગાર બંધ થઈ જવાના કારણે ઘણા લોકો આર્થિક ભીંસમાં મુકાયા છે. આવી કપરી પરિસ્થિતિમાં નગરપાલિકા દ્વારા વેરો વધારતા તમામ જનતાના ખૂબ મુંઝવણમાં મુકાયેલ છે. કોરોના વાયરસ બીમારીનાં કારણે દેશના અર્થતંત્રને ગંભીર અસર પહોંચી છે જેના કારણે દેશનાં માન્ય વડાપ્રધાન દ્વારા નાના લોકોને આર્થિક પેકેજ દ્વારા સહાયની જાહેરાત કરેલી છે. નાના અને મધ્યમ વર્ગનાં લોકોને રાહત થાય તે માટે વીજ બીલ ભરવાની તારીખ લંબાવીને આમ જનતાને રાહત આપવા પ્રયત્ન કરેલ છે. ત્યારે રાજપીપળા નગરપાલિકા દ્વારા વેરો વધારવાથી અમે કઈ રીતે હાલની પરિસ્થિતિમાં તેમજ ભવિષ્યમાં વેરો ભરી શકે એ હાલત અમારા ધંધા-રોજગાર બંધ છે અમો આર્થિક અસરમાં મુકેલ છે. નગરપાલિકા દ્વારા વધારે તમામ વિરુદ્ધ અમે તમામ અરજદારો અમારા વાંધા રજૂ કર્યા છે. અમારી આ અરજીને ધ્યાને લઈને તમારી તરફથી હાલ ઘર વેરો, નળ વેરો, દુકાન વેરો વગેરે તમામ વેરા અંગે વાંધો રજુ કરીએ છે અને આ વેરો પાછો ખેંચવા માંગ કરી છે. ઈમ્તિયાઝ ભાઈ મન્સૂરી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના વાયરસનાં આ કપરી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવાના બદલે આ નગરપાલિકા વેરો વધારો કરી રહી છે એ અમારો સખત વિરોધ છે. જો અમારે આ માંગ નહીં આવે તો આગામી દિવસોમાં અમે રેલી કાઢીને આગળની કાર્યવાહી કરીશું.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

ગોધરા : એન.એસ.એસ વિભાગ દ્વારા નરસિંહ અવતારનું નાટક યોજાયુ.

ProudOfGujarat

પાલેજની જાણીતી ફિલિપ્સ કાર્બન કંપનીમાં કામદારોની માંગણી સ્વીકારાતા સમાધાન…

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વધુ 30 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો 765 થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!