છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીથી જે પ્રકોપ ફેલાયો છે ભારતમાં અને વિશેષ ગુજરાતમાં પણ આ મહામારી વ્યાપક બની છે. મહામારીને પગલે સરકાર દ્વારા 31 મે 2020 સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર ધંધો, ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ છે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આજીવિકા બંધ થઈ ગઈ હોવાને કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવાનું કપરું બન્યું છે પ્રજા પાસે જે કંઈપણ આછી પાતળી બચત થતી તે પણ સંપૂર્ણપણે ખર્ચાઈ ગઈ છે આવા સંજોગોમાં પ્રજાજનો અને શક્ય તમામ રીતે અને મહત્તમ સહાય કરવી તે આપણા સૌની ફરજ છે. સરકાર અને વહીવટી તંત્રની તો આ બંધારણીય ફરજ છે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવાની અને યોગ્ય રજૂઆત કરવાની કોંગ્રેસ પક્ષની નીતિ રહી છે.આ લોક ડાઉનને લીધે આજે વિકાસથી વંચિત સામાન્ય પ્રજાજનોને સહાય કરવા માટે કોંગ્રેસ પક્ષ આપના સમક્ષ નીચેની મુદ્દાઓની માંગણી અને રજૂઆત કરે છે :
(1) માર્ચ 2020 થી જૂન 2020 સુધીના તમામ લોકોના વીજળી બિલ માફ કરવામાં આવે.
(2) ગરીબ અને મધ્યમ વર્ગનાં તમામ પરિવારોને રહેઠાણ પાણીવેરા અને મિલકતવેરામાં માફ કરવામાં આવે ખાનગી શાળાની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર આવી ફીની રકમ સહાય પૂરી પાડે. (3)આદિજાતિ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રમાં બીસી કાર્ડ ઉપલબ્ધ કરાવી તેમજ કન્યાઓને શિક્ષણ ફી લીધા વિના દરેક શાળા કોલેજમાં પ્રવેશ આપવામાં આવે.
(4) લાંબા લોક ડાઉનનાં વર્તમાન સંજોગોમાં કૃષિ ધિરાણની મુદ્દલ અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમની સગવડ નથી ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવાની સાથે વ્યાજ માફ કરે.
(5) મનરેગા યોજનામાં ઉમરપાડા તાલુકામાં ફક્ત પંદર-વીસ દિવસની રોજગારી શ્રમિકોને મળે છે જે રોજગારી સો દિવસ સુધી મળે તેની ખાતરી કરવી રોજગારી હાલ અમુક ગામોમાં બંધ છે તે ચાલુ કરાવી.
(6) આદિવાસી ખેડૂતો જેમની પાસે બિયારણ ખાતર લેવાની આર્થિક સુવિધા ન હોય તાત્કાલિક વિનામૂલ્યે ખાતર બિયારણ આપવાની વ્યવસ્થા કરવામાં આવે વર્તમાન કપરા સંજોગોમાં જરૂરિયાતમંદ લોકોની સહાય પૂરી પાડવામાં આવે તે કોંગ્રેસ પક્ષ આ સાથે માંગણી કરે છે.
આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ આગેવાન રામસિંહજગતસિંહ હરીશ વસાવા નટુભાઈ ચારણી નારસિંગ વસાવા વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.
ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement