હાલ નોવેલ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લોક ડાઉન અમલી છે, ત્યારે પંચમહાલ જિલ્લાના યુવાનોને, રોજગાર વાંચ્છુઓને ઘરમાં સુરક્ષીત લઈને ઘેર બેઠા રોજગાર કચેરીની વિવિધ સેવાઓ મેળવી શકે તે આશયથી રોજગાર કચેરી, ગોધરા દ્વારા હેલ્પ લાઇનની શરૂઆત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર કોલ કરીને વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીને મૂંઝવતા પ્રશ્નો, ધોરણ 10 અને 12 પછીના વિકલ્પો, અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા ઉમેદવારો માટે રોજગારીની તકો, સ્વરોજગારીની તકો, રોજગાર કચેરી ખાતે નામ નોધણી, રીન્યુઅલ, અપડેશન, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નામ ટ્રાન્સફર કરવા, વિદેશમાં શિક્ષણ અને રોજગારીની તકો, આર્મી નેવી અને એરફોર્સ તથા પેરામિલિટરી ફોર્સમાં ભરતી અંગેની માહિતી, લશ્કરી ભરતી પૂર્વે નિવાસી/બિન નિવાસી તાલીમમાં જોડવા અંગેની માહિતી વગેરે બાબતોનું વિનામૂલ્યે માર્ગદર્શન પૂરુ પાડવા માટે રોજગાર કચેરીના ઇમ્પેક્ષ બી કેરિયર કાઉન્સેલર અને મોડલ કેરિયર કાઉન્સિલર દ્વારા જાહેર રજા સિવાયના દિવસોએ સવારે 10:30 થી સાંજે 6:10 દરમિયાન ટેલિકાઉન્સેલિંગ સેવા વિનામુલ્યે આપવામાં આવી રહી છે. તેવી જ રીતે પંચમહાલ જિલ્લાના નોકરીદાતાઓ, ખાનગી એકમો, ઉદ્યોગો કંપનીમાં રહીને જ સંસ્થાની જરૂરિયાત મુજબના માનવબળ (મેનપાવર) પૂરો પાડવા, ખાલી પડેલી જગ્યાઓ ભરવા, ભરતી પ્રક્રિયા માટે નામોની યાદી પૂરી પાડવા તેમજ સી.એન.વી. એક્ટ 1959 હેઠળ ત્રિમાસિક, છ માસિક 85% સ્થાનિક રોજગારી રિટર્ન મોકલવામાં મુશ્કેલી ન પડે તે માટે કેરિયર કાઉન્સેલર કમ પ્લેસમેન્ટ ઓફિસર અને રોજગાર અધિકારી દ્વારા વિનામૂલ્યે જરૂરી મદદ અને માર્ગદર્શન આપવામાં આવશે. જિલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓનો લાભ ઘેરબેઠા લેવા માંગતા પંચમહાલ જિલ્લાના ઉમેદવારો અને નોકરીદાતા (એમ્પ્લોયર)એ પોતાનું પૂરું નામ, સરનામું, ઇમેઇલ આઇડી અને કોન્ટેકટ નંબર અને સેવાનું નામ વિગત સાથે કચેરીના ઇમેલ આઇડી dee-pan@gujarat.gov.in પર ઇમેઇલ કરવા અથવા રોજગાર કચેરી, ગોધરાના લેનલાઇન નંબર 02672-241405 પર જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 10:30 થી 6:10 દરમિયાન કોલ કરવાનો રહેશે તેમ રોજગાર અધિકારીની અખબારીયાદીમાં જણાવાયું છે.
પંચમહાલ રાજુ સોલંકી