જમીઅત ઉલેમા એ હિંદ ગુજરાતનાં જનરલ સેક્રેટરી દ્વારા કોરોના વોરિયર એવા પાલેજ પોલીસ અધિકારી, પોલીસ મિત્ર, હોમગાર્ડ જવાનનું સન્માન પત્ર આપી તેઓની પ્રશંસનીય કામગીરીને બિરદાવી પ્રોત્સાહિત કરવાના હેતુથી કોરોના વોરિયર્સ તરીકેનું સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મંગળવારનાં રોજ પાલેજ પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમમાં જમીયતના જનરલ સેક્રેટરી અબ્દુલ કૈયુમ પટેલ દ્વારા પાલેજ પોલીસ મથકે પી.આઈ બી.રજિયાને કોરોના બિમારીનાં સમયમાં પ્રશંસનીય કામગીરી બજાવવા બદલ સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. પાલેજ પોલીસ દ્વારા મુશ્કેલીનાં સમયમાં પ્રજાની પડખે ઉભી રહી સમય અનુસાર પ્રજાલક્ષી કાર્ય કરવામાં આવ્યા હતા જેમાં બજારોને નિયમિત સમય ઉપર ખોલવા તેમજ નિયમિત સમયે બંધ કરવા,જરૂરી ચીજ વસ્તુઓનો પુરવઠો લોકો સુધી નિયમિત પહોંચતો રહે તે માટેની અડચણો દૂર કરી લોકોને કોરોનાથી બચાવી અને બજારો જાળવી રાખવાના પડકારનો સુનિયોજિત રીતે પડકાર ઝીલી સાચા કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા પાલેજ પોલીસ દ્વારા નિભાવવામાં આવી હતી. વિશ્વ આખું કોરાના સામે લડી રહ્યું છે ત્યારે ગુજરાત, ભરૂચ તેમજ પાલેજનાં પોલીસ જવાનો ખડેપગે દિવસ રાત સેવામાં રહી પરિવારની ચિંતા કર્યા વગર પ્રજાની રક્ષા કાજે નિરંતર કાયદાની અમલવારી કરાવી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે અને કોરાનાને માત આપવા સતત પ્રયત્નશીલ છે તેવા પોલીસ અધિકારી,પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનોના ઉત્સાહમાં વધારો થાય એવા શુભ આશયથી ગુજરાત જમીયાતનાં સેક્રેટરી ગામનાં નાગરિકોની ઉપસ્થિતિમાં પાલેજ પોલીસ મથકે પી.આઈ બી.રજિયાને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સરકારનાં નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલેજ પી.આઈ એ સતત કોરાના અંગે લોકજાગૃતિ લાવનાર સર્વે જિલ્લાનાં પત્રકાર મિત્રોનો આભાર માન્યો હતો તેમજ તેમની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી હતી.
ઇમરાન ઐયુબ મોદી.પાલેજ
જમીઅત ઉલેમા એ હિન્દ દ્વારા કોરોના વોરિયર્સ એવા પાલેજ પોલીસનું સન્માન કરવામાં આવ્યું.
Advertisement