કોરોના વાયરસની મહામારી મોટા ભાગે હાથથી અને ખાંસી ખાવાથી ખાવાથી ફેલાતી હોવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે લોકોને મોઢું ઢાંકવા માટે માસ્ક અને હાથમાં ગ્લોઝ પહેરવા જરૂરી છે. ત્યારે અંકલેશ્વર શહેર પોલીસે આજે લોકોને જાગૃત કર્યા હતા અને લોકડાઉનનાં નિયમોનું પાલનની સાથે સાથે પોતે પણ સુરક્ષિત રહે તે માટે અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં શાકભાજી વેચતા લોકોને આજે શહેર પોલીસ દ્વારા હેન્ડ ગ્લોઝ અને માસનું વિતરણ કર્યું હતું અને અપીલ કરી હતી કે તેઓ આ બંને વસ્તુનો ઉપયોગ કરીને પોતાને બચાવી શકે છે. બીજાને પણ સંક્રમણથી બચાવી શકે છે પોતે પણ સંક્રમણથી બચી શકે છે માટે તેનો ખાસ ઉપયોગ કરવા અપીલ કરીને લોકોને સમજાવ્યા હતા. આમ શહેર પોલીસે પણ આવી સરાહનીય કામગીરીથી લોકોના દિલ જીતી લીધા હતા.
Advertisement