કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે “આયુર્વેદિક ઉકાળો” રાજપીપળાનાં દરેક વોર્ડમાં આજે તા.25 મે થી તા.29 મે સુધી પાંચ દિવસ વિતરણ કરાશે. આ ઉકાળો “સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા” દ્વારા તેમના સમાજની વાડીમાં બનાવી સ્વામી વિવેકાનંદ ગ્રુપ અને રોટરી કલબ ઓફ રાજપીપળા દ્વારા વિતરણની કામગીરી કરવામાં આવી છે. આજથી જિલ્લા આયુર્વેદ વિભાગનાં સહયોગથી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા દ્વારા ઉકાળા વિતરણની સેવા શરૂ કરવામાં આવી છે.જેમાં આજે પહેલા દિવસે બે હજાર લીટર ઉકાળો બનાવી વિતરણ કરાયો હતો.ઉકાળા વિતરણમાં આજે ઈદ હોય રોજા પૂરા થતા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એ પણ આયુર્વેદ ઉકાળાનો લાભ લીધો હતો.
આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
Advertisement