મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગરનાં પ્રમુખ શ્રી ડૉ.ગુલાબચંદ પટેલ દ્વારા લોકગીત ગાવાનો કાર્યક્રમ તારીખ ૨૫ મે ૨૦૨૦ ના રોજ બપોરે બે વાગ્યે ઑનલાઈન આયોજિત કરવામાં આવ્યો હતો, જેનું ઉદ્ઘાટન પાટનગર પ્રભાતનાં તંત્રી અને લોક સાહિત્યકાર શ્રી વિનોદ ઉદેચાનાં હસ્તે કરવામાં આવ્યું, આ પ્રસંગે જાણીતા હાસ્ય કલાકાર શ્રી હરપાલ સિંહ ઝાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને મંચને શોભાવ્યો હતો, આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા અતિથિઓનું શબ્દો રૂપી ફૂલ માળા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંસ્થાની તેમજ કાર્ય ક્રમની વિગતો રજૂ કરી હતી.
આ કાર્યક્રમનું સંચાલન સચિવ શ્રી રમેશભાઈ મૂલવાણી દ્વારા કરવામાં આવ્યું હતું, પ્રાર્થના ડૉ ભાવના સાવલિયા રાજકોટ દ્વારા કરવામાં આવી, આ કાર્યક્રમમાં કુલ મળીને ૩૦ કવિઓએ ભાગ લીધો હતો અને પોતાનું લોકગીત ગુજરાતીમાં રજૂ કર્યું હતું,સંસ્થાના પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા શિવાજીનું હાલરડું લોકગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ કવિઓ પૈકી પાંચ કવિઓને ચેનલ પર પ્રસારિત કરવા શ્રી વિનોદ ભાઈ ઉદેચા દ્વારા પસંદગી કરવામાં આવી છે, શ્રી કે આઈ પટેલ એડવોકેટ દ્વારા અતિથિઓ અને કવિ શ્રી ઓનો આભાર માન્યો હતો. અંતમાં સંસ્થાનાં પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા જનગણ મન રાષ્ટ્ર ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.
ડૉ ગુલાબચંદ પટેલ
લોક ગીત ગાવાનો કાર્યક્રમ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા યોજવામાં આવ્યો.
Advertisement