Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસનાં રોજા રાખી આજે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી.

Share

હાલ તો કોરોના વાયરસની મહામારીનાં કારણે દુનિયાભરમાં લોક ડાઉન ચાલી રહ્યું છે એમાં પણ ભારત દેશમાં તો ચોથા તબક્કો લોક ડાઉનનો શરૂ થયો છે. જેમાં કેટલીક છૂટછાટો મળી છે પરંતુ ધાર્મિક સ્થળે કોઈપણ લોકો એકત્ર ન થાય તે માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે ત્યારે આ લોક ડાઉન દરમિયાન જ મુસ્લિમ બિરાદરોનો અતિ પવિત્ર અને મહત્વનો રમજાન માસનાં રોજા શરૂ થયા હતા. રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો સવારે શહેરી કરીને રોજા રાખે છે. દિવસ દરમિયાન મસ્જિદમાં પાંચ વખત નમાઝ પઢે છે તરાવીહની નમાઝ પઢે છે એટલું જ નહીં પણ દિવસ દરમિયાન કુરાને પાકની તિલાવત કરે છે.

ત્યારે આ વખતે રમઝાનમાં લોક ડાઉનમાં આવતા રાજ્ય અને કેન્દ્રની સુચના મુજબ સરકાર દ્વારા કોઈ પણ ધાર્મિક સ્થળને લોકો માટે બંધ કરી દઈ શરતી મંજૂરી આપતા મુસ્લિમ બિરાદરોએ પણ મસ્જિદના બદલે ઘરમાં જ નમાઝ અદા કરી હતી અને દેશ-દુનિયામાં અમન અને શાંતિ ભાઈચારો બની રહે તેવી દુઆઓ માંગી હતી. જ્યારે રમઝાન માસનાં ૩૦ રોજા બાદ રમજાન ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવે છે તે મસ્જીદ ઈદગાહમાં અદા કરવામાં આવે છે ત્યારે આ વખતે લોક ડાઉનને પગલે મુસ્લિમ બિરાદરો દ્વારા ભરૂચ જિલ્લામાં ઘરમાં જ ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી અને સોશિયલ ડિસ્ટન્સ થકી એકબીજાને ઇદ મુબારક પાઠવી હતી. આમ આજે મુસ્લિમ બિરાદરો દ્વારા આવી મહામારી સમયે સાદગીથી ઈદની ઉજવણી કરી નમાઝો બાદ દુનિયામાંથી કોરોના વાયરસનો અંત આવે અને દુનિયામાં મહામારી દૂર થાય, દેશની પ્રગતિ થાય, ભાઈચારો બની રહે તેવી દુવાઓ ગુજારવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપલા માછીવાડ શોપીંગ સેન્ટરની 4 દુકાનોનું ભાડું બાકી હોવાથી દુકાનો સીલ કરાઇ.

ProudOfGujarat

લીંબડીના છાલીયા તળાવે શિતળા સાતમનો મેળો ભરાતા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટયા.

ProudOfGujarat

દિવાળીના સમયે મુસાફરીમાં સુવિધા વધારવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વધુ 25 એસ.ટી બસોની ભેટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!