Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાનાં વાધેથા ગામે જન્મ દિવસ ઉજવવાનો ભારે પડયું પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ.

Share

હાલ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન સહિત અન્ય પ્રતિબંધો લગાવ્યા છે, જેતે જીલ્લાના કલેક્ટર દ્વારા સમયાંતરે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે. જેમાં સોશીયલ ડિસ્ટન્સિંગ, જાહેરમાં મેળાવડા, બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવા, માસ્ક પહેરવા જેવા અનેક નિયમોનું કડક પાલન કરવાની સુચનાઓ પણ અપાઈ છે. ત્યારે રાજપીપળા પાસેના વાધેથા ગામ ખાતે નિયમોને અભરાઈએ મુકી બર્થડેની પાર્ટી ઉજવતા 9 યુવાનોને આમલેથા પી.એસ.આઈ એસ.ડી પટેલએ ઝડપી પાડયા હતા. વાધેથા ગામ ખાતે રહેતા ગીરીશભાઈ સોમાભાઈ વસાવાનું ગતરોજ તા 22 મી ના બર્થડે હોય ગામમા જ અન્ય આઠ મિત્રો (1) સચિન વસાવા (2) પરિમલ દાવનજી વસાવા (3) રીતેશ બચુભાઈ વસાવા (4) ગૌતમ રમેશ વસાવા (5) હીતા જગદીશ વસાવા (6) નિકાસ સુકીલાલ વસાવા (7) પ્રિતમ કાનજીભાઇ વસાવા (8) સુનીલ મહેન્દ્રભાઈ વસાવા તમામ રહે. વાધેથાનાઓ રાત્રિના સમયે બર્થડે પાર્ટી ભેગા થઇ ઉજવણી કરતા હતા, જમણવારની વ્યવસ્થા પણ હતી, કોઈ પણ જાતનું નર્મદા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળના જાહેરનામાનું પાલન થતું ન હોય આ રીતે ભેગા થવાથી કોરોનાની મહામારી વધુ ફેલાવો થાય તેવો ખતરો ઊભો થાય એવુ હોયને પોલીસે તમામ 9 મિત્રોની બર્થડે પાર્ટીમાં ભંગ પાડી તમામ સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી હતી.

મોન્ટુ શેખ
રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે લોકદરબાર યોજાયો.

ProudOfGujarat

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફ્રી શીપ કાર્ડ આપવા બાબતે આદીજાતિ વિકાસ મંત્રીને રજૂઆત કરી

ProudOfGujarat

ભરૂચ-લિંક રોડ પર નગર પાલિકાના ટેન્કર દ્વારા બે બાળકોના મોત મામલે સ્થાનિકોનું તંત્રને આવેદનપત્ર, જાણો શું કરાઈ માંગણી…!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!