Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાની લેનસેક્ષ કંપનીમાં થયેલી ચોરીનાં આરોપી ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા ખાતેની લેનસેક્ષ કંપનીમાંથી ગત માસે ૨૫-૨૫ કિલોના પ્લેટિનમ કેટલિસ્ટ નામના પાવડરનાં બે ડ્રમની ચોરી થવા પામી હતી. કંપનીની ફરિયાદ બાદ જીલ્લા એલસીબી પોલીસે ગતરોજ ત્રણ ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ ચાલુ કંપનીઓમાંથી ચોરીની ઘટનાઓ ઘણીવાર બનતી રહે છે. ઉપરાંત બંધ પડેલ કંપનીઓમાં પણ મોટા પાયે ચોરીઓ થવા પામે છે. લોકોમાં ચર્ચાતી વાતો મુજબ કેટલાક સ્થાનીક ચોરો જ કેટલાક ભંગારીયાઓનાં મેળાપીપણામાં આવી ચોરીઓ કરતા હોય છે. અવારનવાર આવી ચોરીની ઘટનાઓ બનતી હોવાની વાતો પણ સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૨૮.૪.૨૦ ના રોજ ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ લેનસેક્ષ કંપનીનાં સ્ટોર રૂમમાં રાખેલ પ્લેટિનમ કેટલિસ્ટ નામના પાવડરના ૨૫-૨૫ કિલોગ્રામનાં બે ડ્રમની ચોરી થવા પામી હતી. ચોરાયેલ પાવડરની કિંમત ૨૨ લાખ રૂપિયા જેટલી મોટી રકમની હોવાથી આ ઘટનાને પગલે સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે કંપની દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. જીલ્લા એલસીબી પોલીસ દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી ગુનામાં સંડોવાયેલા ત્રણ શકમંદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એલસીબી દ્વારા ત્રણેય શકમંદોની ઉંડાણપૂર્વક ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતાં તેઓ ભાંગી પડ્યા હતા અને ચોરીના મુદ્દામાલ પ્લેટિનમ કેટલીસ્ટ સંતાડેલ જગ્યા તેઓએ પોલીસને બતાડતા ભરૂચ જિલ્લા એલસીબી પોલીસે પ્લેટિનમ કેટલીસ્ટના ૨૫-૨૫ કિલોગ્રામનાં બે ડ્રમ જેની કિંમત રૂપિયા ૨૨ લાખ છે, તે મુદ્દામાલ કબ્જે લીધો હતો. જિલ્લા એલસીબી દ્વારા આ ગુનાનાં શકમંદ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જે મુજબ (૧) મિલન શશીકાંત વસાવા (૨) સતીશ હરેશ વસાવા (૩) સુનિલ રાજેન્દ્ર વસાવા ત્રણે રહેવાસી રાણીપુરા તા.ઝઘડિયા જિ.ભરૂચને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

दीपिका पादुकोण बराबर राशि की हकदार है क्योंकि वह मुझसे भी बड़ी स्टार है: रणबीर कपूर

ProudOfGujarat

શેખપુરના તળાવની પાળ ઉપર ગાબડુ દેખાતા ગ્રામજનોએ તંત્રને કરી જાણ

ProudOfGujarat

ભરૂચ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સરોવર કાઠીયાવાડી હોટલને બૌડા દ્વારા સિલ કરવામાં આવી જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!