વર્તમાન લોકડાઉનની પરિસ્થિતિમાં તંત્રની નજર ચુકવીને રેતી માફિયાઓ રેતી માફિયાઓ ખનન રેતી ખનન આચરી રહયા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે. ભરૂચનાં શુક્લતીર્થ અને મંગલેશ્વર વિસ્તારમાં રેતી માફિયાઓ લોકડાઉનનો લાભ લઈ રેતી ખનન આચરી રહયા છે. શુક્લતીર્થ અને મંગલેશ્વર વિસ્તારમાં સરકારી બ્લોકની હરાજી થઈ ગઇ છે અને હાલમાં આ હરાજી થયેલ બ્લોકમાંથી મોટા પાયે રેતી ચોરાય રહી હોવાની આશંકા સેવાઇ રહી છે. જેના લીધે હરાજીમાં બ્લોક મેળવનારા લીઝ ધારકોને મોટું નુકસાન થઈ રહયું હોય તેમ લાગે છે અને હર હંમેશની જેમ “ધોડા છૂટયા બાદ તબેલાને તાળાં” ની જૂની થીયરીને અનુસરતી ખાણ ખનીજ કચેરીએ દંડ કરી નોટિશ ફટકારી સંતોષ માન્યો.
Advertisement