Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની બે કંપનીઓનાં સહયોગથી ટ્રાફિક પોલીસને 10 કવોરંટીન સેલ ઇનર વીલ કલબ દ્વારા આપવામાં આવ્યા.

Share

અત્યારે આખુ વિશ્વ અને આપણો દેશ કોરોના જેવી વિશ્વ મહામારીનો સામનો કરી રહ્યા છે ત્યારે આપણા દેશનાં રીયલ કોરોના યોદ્ધાઓ જેમ કે પોલીસકર્મી,સફાઈ કર્મી અને ડોક્ટર્સ જનતા ની સેવા માટે, પોતાના પરિવાર થી દુર રહીને, આવા ભય અને ચિંતાનાં વાતાવરણમાં પણ તેમની ડ્યુટી નિષ્ઠાથી કરે છે. ત્યારે ખરેખર તેમને સલામ કરવાનું મન થાય. અમે જોયું કે આટલી સખત ગરમીમાં પણ પોલીસકર્મીઓ લોકોને લોકડાઉનનું પાલન કરાવવા અને ટ્રાફિક કન્ટ્રોલ કરવવા આખો દિવસ સખત ગરમીમા પણ તેમની ડયુટી કરે છે. એમને ગરમીમા રાહત મળે અને બેસવાની જગ્યા મળે એ માટે ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર અને વિહિતા બાયો કેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સહયોગથી અમે ૧૦ કવોરંટીન સેલનું વિતરણ કરેલ છે. જે અંકલેશ્વર અને ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવશે. ઇનર વિહિલએ લોકોને વિનંતી કરી કે પોલીસને સાથ અને સહકાર આપો. ઘરે રહો, સુરક્ષીત રહો. વિહીતા બાયો કેમ કંપનીના મેનેજીંગ ડાયરેકટર – હેતલ પટેલ, ઈનર વ્હીલ પ્રેસિડેન્ટ નમ્રતા પટેલ અને સેક્રેટરી વીધી દુધાત હાજર રહયા હતા.

Advertisement

Share

Related posts

આજરોજ વરનામાં પોલીસ સ્ટેશન માં લોકદરબાર યોજવામાં આવ્યો હતો.

ProudOfGujarat

ક્ષત્રિય રોહિત સમાજ કીમ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવી.

ProudOfGujarat

કોણ કહે છે કે મોંઘવારી નો યુગ છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!