કોરોના વાયરસે ભારતમાં પોતાનો ભરડો વધુ કસ્યો છે અને દેશભરમાં પોઝિટિવ કેસોની સંખ્યા 1.12 લાખથી વધુ થઈ ગઈ છે. ત્યારે કોરોનાગ્રસ્ત 10 શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સુરતનો દસમા ક્રમે સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 1,12,470 થી વધુ થઈ ગઈ છે. જેમાં 24,118 કેસ સાથે મુંબઈ સૌથી ટોપ ઉપર છે. અન્ય કોરોનાગ્રસ્ત શહેરોના આંકડા જોઈએ તો બીજા ક્રમે 11,088 કેસ સાથે દિલ્હી બીજા ક્રમે, 9,216 કેસ સાથે અમદાવાદ ત્રીજા ક્રમે, 8,234 કેસ સાથે ચેન્નાઈ ચોથા ક્રમે, 4,900 કેસ સાથે મહારાષ્ટ્રનું થાણે પાંચમાં ક્રમે, મહારાષ્ટ્રનું જ પૂણે 4,477 કેસ સાથે છઠ્ઠા, મધ્યપ્રદેશનું ઈન્દોર 2,715 કેસ સાથે સાતમા, રાજસ્થાનનું જયપુર 1,165 કેસ સાથે આઠમા અને બંગાળનું કોલકાતા 1,502 કેસ સાથે નવમા ક્રમે છે.
કોરોનાનાં કેસ મામલે સુરત દેશનાં ટોપ ટેન શહેરોમાં સામેલ, સૌથી વધુ 24,118 કેસ સાથે મુંબઈ ટોપ ઉપર, સુરત 1153 કેસ સાથે દસમા નંબરે, અમદાવાદ ત્રીજા ક્રમે.
Advertisement