નર્મદાનાં કેવડીયા ખાતે લોકડાઉન વચ્ચે ૬ ગામનાં આદિવાસીઓની જમીન સર્વેને લઈ વિવાદ ઉભો થયો હતો, ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુ વસાવાએ આ મામલે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે સરકાર આ બાબતે આદિવાસીઓની જમીનો લૂંટવા માંગે છે, ત્યાર બાદ આજે ભરૂચ ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુ વસાવાએ સોશિયલ મીડિયામાં હું પણ કેવડિયા વોરિયર નામનું અભિયાન શરૂ કર્યું હતું. ફેસબુક પોસ્ટ મારફતે ધારાસભ્ય છોટુ વસાવાએ પોસ્ટ મૂકી સોશિયલ મીડિયામાં કોરોના વોરિયરની જગ્યા ઉપર હું પણ કેવડિયા વોરિયર નામનું અભિયાન શરૂ કર્યું હતું.
Advertisement
1 comment
કલાસવા અશ્વિનભાઈ જીવાભાઇ (સરપંચશ્રી-ખલવાડ)તા:-ભિલોડા જી:-અરવલ્લી હું સૌ પ્રથમ તો માનનીય છોટુભાઈ વસાવા સાહેબશ્રી ને લખી જણાવું છું કે આપના મત વિસ્તારમાં જે પ્રજાજનો પાછળ ખુબ દિલથી પોતાનું યોગદાન આપી રહ્યા છો. તેને હું મારા ગામવતી, આદિવાસી સમાજ વતી દિલથી જોહાર… સાબ્દિક અભિનંદન પાઠવું છું. અને આજે જે ”હું પણ કેવડિયા વોરિયર “નામે ફેશબુક પર ગુજરાતના આદિવાસી સમાજ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છો તેને પણ હું દિલથી જોહાર પાઠવું છું. જો દરેક વિસ્તારમાં માનનીય સાહેબશ્રી આપના જેવા સમાજ માટે લાગણી ધરાવતા સમાજના હિત માટે સતત પ્રયત્નશીલ રહે તેવા જો સમાજ ને મળી જાયતો આજે પણ સમાજ સામે જે પડકારો ઊભા છે તે દૂર થઈ શકે છે.જોહાર સાથે હું પણ મારા આદિવાસી સમાજ પર સરકારે જે અત્યાચાર કર્યો છે. તેને સમર્થન અને ટેકો જાહેર કરી આપની છત્રછાયામાં રહી મારા ગામને સમાજને જાગૃત કરવા માટે પ્રયત્ન શિલ રહિશ તેવી આપ સાહેબશ્રી ને ખાત્રી આપુ છું.જોહાર