જંબુસર એપીએમસી ગ્રાઉન્ડમાં થતી તુવેર ખરીદીમાં ત્રણસો જેટલા ખેડૂતો બાકી રહી ન જાય તે માટે જંબુસર ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆતનાં પગલે ભરૂચ જિલ્લા કલેકટર તાત્કાલિક જંબુસર તુવેર ખરીદી સેન્ટર ખાતે દોડી આવ્યા હતા અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
જંબુસર તાલુકાનાં ખેડૂતો દ્વારા ૧૧૦૦૦ હેક્ટર જમીનમાં તુવેરનું વાવેતર કરવામાં આવ્યું હતું. તાલુકાનાં ૧૦૭૧ ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. તેમાંથી આશરે ૭૫૦ ઉપરાંત ખેડૂતોની તુવેર અંદાજીત ૧૦ હજાર ક્વિન્ટલ તુવરની ખરીદી ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવી હતી. હજુ ૩૦૦ જેટલા ખેડૂતો તુવેર વેચાણમાં રહી જતા હોય ખેડૂતો તડકા તાપમાં જંબુસર એપીએમસી ગ્રાઉન્ડમાં રાતવાસો કરવાની ફરજ પડતી હોય ખેડૂતોની વ્યથા જાણી જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયભાઇ સોલંકીને આ વાતની જાણ થતાં તથા ૨૨ મી તારીખ તુવેર ખરીદી બંધ થવાની હોય અને ૩૦૦ જેટલા ખેડૂતો તુવેર વેચાણમાં રહી જવાની સંભાવના હોય ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને ઈમેલ દ્વારા રજૂઆત કરાતાં મુખ્યમંત્રીએ સૂચના આપતાં સંધ્યાકાળે તાત્કાલિક જિલ્લા કલેક્ટર એમ.ડી મોડીયા જંબુસર ખાતે દોડી આવ્યા હતા અને તુવેર ખરીદી સેન્ટરની મુલાકાત લીધી હતી. તુવેરનો ભરાવો થયો હોય તાત્કાલિક માલ ઉપાડવાની વ્યવસ્થા કરવા અને બાકી ખેડૂતોની તુવેરો ખરીદી કરવા સૂચનો કર્યા હતા.
જંબુસરનાં ધારાસભ્યની રજુઆતનાં પગલે આખરે તુવેર ખરીદીમાં રહી ગયેલા ખેડૂતોની વ્યથા તંત્રએ સાંભળી, જાણો વધુ.
Advertisement