Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકાનાં સાંપા ગામે મનરેગા યોજના હેઠળ ચેકડેમ ઉંડા કરવા માટે ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

Share

પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્ર વેગવતું બની રહે તે હેતુસર સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગાર પૂરી પાડવામાં આવી રહી છે અને સરકારની સૂચના મળતા મનરેગા યોજના હેઠળ ચેકડેમ ઉંડા કરવાના કામોનું ત્વરિત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોધરાના ધારાસભ્ય દ્વારા ગોધરા તાલુકાના સાંપા ગામે ચેકડેમ ઉંડા કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ મનરેગા યોજના અંતર્ગત શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. ગોધરા તાલુકાના સાંપા ગામે મનરેગા યોજના હેઠળ ચેકડેમ ઊંડો કરવાના કામ અને સ્થાનિક કક્ષાએ શ્રમિકોને રોજગારી મળી રહે તે માટેના ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે એપીએમસી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ અને એપીએમસી ગોધરાના સભ્ય અને તાલુકા પંચાયત,ગોધરાના ઉપપ્રમુખ અરવિંદસિંહ બી. પરમાર તથા માજી સરપંચ ઉદેસસિંહભાઈ અને ડેપ્યુટી સરપંચ ભીમસિંહ ભાઈ તેમજ ૨૦૦ જેટલા શ્રમિકો હાજર રહેલા છે. કોરોના મહામારીને લીધે શ્રમિકોને ઘર આંગણે રોજગાર મળી રહે તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના અંતર્ગત ચેકડેમ ઊંડા કરવા કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આમ લોકડાઉનની પરિસ્થિતિમાં ગામડાના શ્રમિકોને ઘરઆંગણે રોજગાર આપતા આશીર્વાદ રૂપ બની રહી છે. 

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પંચમહાલની વિવિધ કૉલેજોમાં પંચમહોત્સવ અંગે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

નર્મદા એલ.સી.બી.એ.વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

ProudOfGujarat

ભરૂચ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ અને અર્પણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અનંત ચૌદશે છાશનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!