નર્મદા જીલ્લો આજે સવારે કોરોના મુક્ત જિલ્લો જાહેર થયો હતો પણ સાંજે બે કેસ પોઝિટિવ આવતા નર્મદા ફરી વાર કોરોના ગ્રસ્ત બન્યો. નર્મદામાં આજે વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ. રાજપીપલાનાં 10 વર્ષનાં બાળકનો પોઝિટિવ કેસનો રિપોર્ટ આવ્યો છે. જ્યારે બીજો એક કેસ નાંદોદ તાલુકાના મયાસી ગામમાં પોઝિટિવ આવતા કુલ નર્મદામાં અત્યાર સુધી મ 15 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમા થઇ 13 કેસો સાજા થઇ જતા તમામને રજા અપાઈ હતી. આજે છેલ્લા એક કેસ સવારે ગોરાના યુવાન અશોક ચાવડા સાજા થઇ જતા તેને રજા આપી હતી અને સવારે નર્મદા કોરોના મુક્ત જિલ્લો બન્યો હતો તેથી તંત્ર એ રાહતનો દમ લીધો હતો પણ સાંજે વડોદરા સયાજી હોસ્પિટલ લેબમાં રિપોર્ટ આવતા બે રિપોર્ટ પોઝિટિવ આવતા નર્મદામાં નાંદોદ તાલુકો ફરી એક વાર કોરોનાની લપેટમાં આવી જતા આરોગ્ય તંત્ર ફરી એક વાર દોડતુ થઇ જવા પામ્યુ હતુ.આમ એક જ દિવસમાં નર્મદા આજે સવારે કોરોના મુક્ત જિલ્લો જાહેર થયો હતો પણ સાંજે બે કેસ પોઝિટિવ આવતા નર્મદા ફરી એક વારા કોરોના ગ્રસ્ત બન્યો હતો.જેમા આજના બે પોઝિટિવ કેસમાં દીપકભાઈ બુધ્ધિસાગર રાવલ (ઉં.વ 48,દરબાર રોડ રાજપીપલાનાં યુવાન તથા બીજો કેસ સાગર સુરેશ વસાવા (ઉં.વ 10,ગામ મયાસી, તાલુકો નાંદોદ) નો કેસ પોઝિટિવ આવતા તેને કોવીડ હોસ્પિટલમાં દાખલ કરી સરવાર શરૂ કરવામાં આવી છે. રાજપીપલાના એસ.કે મોબાઈલના મેનેજર તરીકે નોકરી કરતા દિપક બુધ્ધિ સાગર રાવલ મૂળ વડોદરાના વતની હોય અને તેઓ વડોદરા ખાતે જઈને આવ્યા હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ હતી.
નર્મદામાં આજે વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું.
Advertisement