Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી નગરમાં શરતોને આધિન ધંધા શરુ કરવાની મંજુરી બાદ બજારો ધબકતા થયા.

Share

કોરોના વાયરસને પગલે તબક્કાવાર ત્રણ લોકડાઉનો પુર્ણ થયા. લાંબા સમયથી ચાલતા લોકડાઉન દરમિયાન ફક્ત આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવી હતી. જે દરમિયાન અન્ય ધંધાઓ બંધ હતા. જોકે ચોથા લોકડાઉનની શરુઆતે અન્ય ધંધાઓ પણ શરતોને આધિન ચાલુ કરવાની મંજુરી અપાતા ઘણા સ્થળોએ બજારો પુન: ધબકતા થયા છે. ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં પણ ચોથા લોકડાઉન દરમિયાન હળવા બનાયેલા નિયમોનો લાભ બજારને મળ્યો છે. દરેકે માસ્કનો ઉપયોગ કરવો દુકાનદારોએ ગ્રાહકોને સેનેટરાઇઝથી હાથ સાફ કરાવવા સોસિયલ ડિસ્ટન્સ જાળવવું ભીડ એકઠી નહિ થવા દેવી જેવા નિયમો જાળવાની શરતે બજારો ધબકતા થયા છે. રાજપારડી નગરમાં સવારે આઠ વાગ્યા આસપાસ બજારો શરુ થાય છે. બજારની ઘરાકી મોટાભાગે આજુબાજુના ગામો પર નિર્ભર હોવાથી ગામડાઓની જનતાની ચહલપહલ શરુ થતાં બજારો પુન: ધબકતા થયા છે. પરંતુ બપોરના બાર વાગ્યા આસપાસ જનતાની અવરજવર બંધ થઇ જતાં બજારો પણ સ્વયંભૂ બંધ થઇ જાય છે.દુકાનદારોના ધંધા બંધ થઇ જતાં બેકારીની સમસ્યા જણાતી હતી, ત્યારે ચોથા લોકડાઉનમાં શરતોને આધિન ધંધા ચાલુ કરવાની છુટ આપવામ‍ાં આવી છે તો જનતા પણ જરુરી નિયમોનું પાલન કરે તે પણ જરુરી છે.અને તોજ ચોથા લોકડાઉન દરમિયાન મળેલી છુટછાટ સાર્થક બની ગણાશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચનાં સેવાશ્રમ રોડ પર આવેલા સ્ટેચ્યુ પાર્ક નજીક અકસ્માત થયો.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં દૂધ, દવા, સસ્તાં અનાજની દુકાનો, એલ.પી.જી- પેટ્રોલપંપ, હોસ્પિટલ સિવાયની તમામ દુકાનો-સેવાઓ બંધ રહેશે.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કેમ્પા યોજના હેઠળ ગોધરા વન વિભાગ દ્વારા કરાયેલી સુંદર કામગીરી જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!