ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા રાજીવ ગાંધી નહેરૂ-ગાંધી પરિવારની ત્રીજી પેઢીના વારસદાર હતાં. દેશના સૌથી યુવા વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય પણ તેમના નામે જ છે. તેમને આધુનિક ભારતના શિલ્પી પણ માનવામાં આવે છે.આધુનિક ભારતનાં ઈન્ફોટેક ટેકનોલોજીનાં ક્ષેત્રે ભારતને એકવીસમી સદીમાં લઈ જનાર એવા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ગોધરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પંચાયતી રાજ યુવાનોને મતદાન અધિકાર દેશને ઈન્ફોટેક ટેકનોલોજી કમ્પ્યુટર મોબાઈલ જેવા અગત્યના આધુનિક યુગમાં અગ્રેસર લઈ જનાર અને દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ શ્રી રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટી, પ્રદેશમંત્રી રફીક તિજોરીવાલા, રાજુભાઈ હેમનાણી, એડવોકેટ આબિદ ભાઈ શેખ સહિતના કાર્યકરોએ યુવા વડાપ્રધાન સ્વર્ગ રાજીવ ગાંધીની દેશ પ્રત્યેની નિષ્ઠા સેવા અને કામગીરીને યાદ કરી શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ કોંગ્રેસ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પૂણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી.
Advertisement