રાજ્યમાં કોરોના વાયરસનાં પગલે આ મહામારીને રોકવા માટે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હાલ તો ભરૂચ રાજ્યનાં સંક્રમિત વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ ખડે પગે સેવા બજાવી રહ્યા છે. કેટલાક પોલીસ કર્મચારીઓ આઇસોલેશન વોર્ડ નજીક ફરજ બજાવે છે તો કેટલાક પોલીસ કર્મચારીઓ હોસ્પિટલ બહાર ફરજ બજાવે છે. ત્યારે પોતાની ફરજ દરમિયાન કોઈકને કોઈક કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતા એવો પણ કોરોના ગ્રસ્ત થયા હતાં. આવા અનેકો પોલીસ કર્મચારીઓ રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓનાં મોત થયા છે. આવા તમામ કોરોના વોરિયર્સ યોદ્ધાઓને આજે રાજ્યભરના પોલીસ મથકોમાં તમામ પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
Advertisement