નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગરપાલિકાના હાલ બેહાલ છે. પાલિકા આર્થિક મુશ્કેલીમાં છે. ત્યારે જેમ આપણે GST,CST અને સેલટેક્સ ઈન્ક્મટેક્સ ભરીએ છે અને મોંઘવારી ભથ્થું લઇ ત્યારે વધતી મોંઘવારીને લઈને રાજપીપળા નગરમાં સુવિધાઓ પુરી પાડવા પાલિકા પાસે પોતાના સ્વભંડોળમાં આવક માટે પહેલો વિકલ્પ વેરો છે જે છેલ્લા કેટલાય વર્ષોથી વધ્યો નથી. ત્યારે પ્રજા સામે વેરા વધારાની બાબત આજે રાજપીપળા નગરપાલિકા એ રજુ કરી રાજપીપળા નગરમાં જૂથવાદ ઉભો થયો, વેરાનો વિરોધ વધ્યો, સોસીયલ મીડિયામાં કેટલાક લોકો બેફામ લખે છે, પત્રિકાઓ છપાવી વિરોધ કરે છે અને કેટલાક પોતાનો વાંધો પાલિકામાં નોંધાવે છે ત્યારે વેરા વધારાને લઈને થઇ રહેલા વિવાદ અને પ્રચારને લઈને રાજપીપળા નગરપાલિકા પ્રમુખ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી જેમાં પાલિકા પ્રમુખે રાજપીપળા નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ ચિતાર મૂકી હાલ વેરો વધારવા સિવાય કોઈ રસ્તો નથી અને આંશિક વેરો વધશેની ખાતરી પણ આપી હતી. પરંતુ જે લોકો ખોટો પ્રચાર કરે છે તેઓ બંધ કરે એ માટે વિનંતી પણ કરી હતી. રાજપીપળા સેવા સદનનાં મિટિંગ હોલમાં પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ, ઉપ પ્રમુખ સપના વસાવા, પૂર્વ પ્રમુખ ભરત ભાઈ વસાવા, વિપક્ષ નેતા મુંતઝિરખાન, સુરેશભાઈ વસાવા, સદસ્ય ઈલ્મઉદ્દીન શેખ, કિંજલ તડવી, પ્રતીક્ષા પટેલ, લીલાબેન વસાવા સહિતના હોદેદારો અને પત્રકારો હાજર રહ્યા હતા. આ બાબતે વિપક્ષ નેતા એ જણાવ્યું કે વેરા બાબતે હમે લોકોની પડખે રહીશું હાલ જે સોશ્યિલ મીડિયામાં મેસેજ ચાલે છે એ પાયા વિહોણા છે કેટલાક લોકો પ્રજાને ગેરમાર્ગે દોરે છે જે ખરેખર ખોટું છે આજે વર્ષો બાવાગોર ટેકરી, કસ્બાવાડ, કાછીયાવાડમાં પાણીની સમસ્યા છે જેનો નિકાલ ટુંક સમયમાં લાવા પણ રજુઆત કરવામાં આવી છે. આ બાબતે પાલિકાના કારોબારી ચેરમેન અલ્કેશસિંહ ગોહિલ અને પૂર્વ પ્રમુખ ભરત વસાવા એ જણાવ્યું હતું કે વર્ષો પહેલા જયારે 44 રૂપિયા પાણી વેરાના 400 ઘણા 600 રૂપિયા વધારી દીધા ત્યારે જે લોકો વિરોધ કરે છે એ લોકો જ પહેલો સપોર્ટ કર્યો હતો. જયારે આજે માત્ર નજીવો વધારો પાલિકા કરવા માંગે છે ત્યારે તેનો વિરોધ કરે છે. અમે પ્રજાના હિતમાં નિર્ણય કરીશું પ્રજાએ અમારી પર મુકેલો ભરોસો તોડીએ નહિ કમરતોડ વધારો નહિ વધી શકે. વેરા વધારવા માટે અત્યારે એટલે વિકલ્પ ઉભો થયો છે કે પાલિકા પાસે સ્વભંડોળ નથી, સાધનો રીપેર કરવાના નાણાં નથી બીજી કોઈ ગ્રાન્ટમાંથી આ ખર્ચ કરાય નહિ સફાઈ કર્મચારીઓ અને રોજંદારોનો પગાર છે તે કરવો મુશ્કેલ છે ત્યારે હાલ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરીએ છે પણ જો વેરો વધશે તો પાલિકાનું સ્વભંડોળ વધશે જે નગરના હીત માટે જ વપરાશે, નગરજનો બધા જ સહમત છે પણ જૂજ લોકો રાજકારણ રમે છે સામે ચૂંટણી આવી રહી છે એટલે પાલિકાને બદનામ કરે છે આવો અપ પ્રચાર મહેરબાની કરીને બંધ કરો. સમગ્ર ઘટનાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
મોન્ટુ શેખ
રાજપીપલા